“ટેકનોલોજીની દૃષ્ટિ એ પ્રગતિ થઇ હોવા છતાં, લોહીનો કોઇ જ વિકલ્પ નથી અને 1 યુનિટ લોહી ત્રણ જેટલા જીવ બચાવી શકે છે”
રાજપીપલામાં મહિલાઓ પણ રક્તદાન માટે આગળ આવી રક્તદાન નો ઉત્સાહ બતાવ્યો.
રાજપીપળાના રોયલ સન સીટી માં રહેતા બે મહિલાઓ પટેલ હીનાબેન અને રાણા મીનાબેન એ આજે રક્તદાન કર્યું
રાજપીપલા,તા 18
ભારતમાં દર બે સેકન્ડમાં એક વ્યક્તિને લોહીની જરૂર પડે છે; દર ત્રણમાંથી એક વ્યક્તિને જીવનભર લોહીની જરૂર પડે છે.
“રક્તદાન કરવું એ એક ખૂબ જ ઉમદા ઉદ્દેશ્ય છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ તેમજ સેવા અને સહયોગની પરંપરાને જોતા, દેશવ્યાપી મહા સ્વૈચ્છિક રક્તદાન અભિયાન- રક્તદાન ના ભાગરૂપે તમામ નાગરિકો એ આગળ આવી સ્વેચ્છાએ રક્તદાન કરવું જોઇએ તેવું સમજી ને રાજપીપળાના રોયલ સન સીટી માં રહેતા બે મહિલાઓ પટેલ હીનાબેન અને રાણા મીનાબેન એ આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રાજપીપળા ખાતે આવી સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન માટે અનોખી પ્રેરણા પૂરી પાડી છે.તેઓ નું માનવું છે કે રક્તદાન એ માત્ર રાષ્ટ્રીય જરૂરિયાતને પૂર્ણ કરતું નથી પરંતુ સમાજ અને માનવજાતની પણ એક મહાન સેવા છે અને તેઓનો ઉદ્દેશ્ય નિયમિત ધોરણે સ્વૈચ્છિક રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો અને રક્ત અથવા તેના યુનિટ્સ ઉપલબ્ધ થાય, સુલભ બને, સલામત હોય તે સુનિશ્ચિત કરવાનો છે.” અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની વાર્ષિક જરૂરિયાત લગભગ 1.5 કરોડ યુનિટની છે. ભારતમાં દર બે સેકન્ડે કોઇ વ્યક્તિને લોહીની જરૂર પડે છે અને આપણામાંથી પ્રત્યેક ત્રણ વ્યક્તિમાંથી એકને આખા જીવનકાળ દરમિયાન લોહીની જરૂર પડશે.
“ટેકનોલોજીએ પ્રગતિ કરી હોવા છતાં, લોહીનો કોઇ જ વિકલ્પ નથી અને 1 યુનિટ રક્ત ત્રણ જેટલા જીવ બચાવી શકે છે.”
“વ્યક્તિના શરીરમાં 5 થી 6 લીટર લોહી હોય છે અને તેઓ દર 90 દિવસે (3 મહિનામાં) રક્તદાન કરી શકે છે.” શરીર ખૂબ જ ઝડપથી રક્ત ફરીથી પ્રાપ્ત કરી શકે છે; 24 – 48 કલાકમાં રક્ત પ્લાઝ્માનું પ્રમાણ પાછું મેળવી શકાય છે, લાલ રક્તકણો લગભગ 3 અઠવાડિયામાં અને પ્લેટલેટ્સ અને શ્વેત રક્તકણો અમુક મિનિટોમાં જ પાછા મેળવી શકાય છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા