રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદીનો સેમિનાર યોજાયો

રાજપીપલામાં બ્રહ્માકુમારી શિવાનીદીદીએ
“જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય પ્રેરક ઉપર પ્રવચન આપ્યું

વિશ્વયુદ્વ આપણી અંદર જ લડાય છે મનને શાંત કરીએઅને વિશ્વશાંતિ તરફ વળીએ.

સુખ આપણી અંદર જ છે

રાજપીપલા, તા.1

બ્રહ્માકુમારી શિવાનીદીદીએ વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વભરમાં જેમના પ્રવચનો સાંભળવા લાખોનીજનમેદની ઉમટે છે. અને  અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તાનું આગમન આવતીકાલે 30મીએ આજે વાર રાજપીપલામાં થયું હતું.
રાજપીપલા જીન કંપાઉન્ડમાં વિશાળ જન સંખ્યાવચ્ચે દીદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું


બ્રહ્માકુમારી શિવાનીદીદીએ
“જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય પ્રેરક ઉપર પ્રવચન આપ્યું હતું

પત્રકાર પરિષદ માં બ્રહ્માકુમારી શિવાનીદીદીએ આજના મનુષ્યની ખોટી જીવન શૈલી, જીવન કેવું હોવું જોઈએ, વિશ્વ યુદ્ધ તરફ નહીં પણ વિશ્વ શાંતિ તરફ વળવાની વાત કરી હતી સાચું સુખ શેમાં છે તેની કલ્પના પણ આપી જીવન જીવવાની કળા અંગે વાત કરી હતી
મંચ પર પધારતા બાલિકાઓ ગુલાબના પુષ્પથી શિવાની દીદીનું સ્વાગત કર્યું હતું. દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકતા વિશાલ જનમેદનીએ હજારો મોબાઈલ લાઇટિંગથી દિયા લાઇટિંગ કરતા અનોખું દ્રશ્ય સર્જાયું હતું

પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વયુદ્વ આપણી અંદર જ લડાય છે મનને શાંત કરીએઅને વિશ્વશાંતિ તરફ વળીએ.સુખ આપણી અંદર જછે છતાં આપણે બહાર શોધીએ છીએ એમ જણાવી જીવનની નવી શરૂઆત કરવા સુંદર ઉદાહરણો આપ્યા હતાં

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *