શ્રદ્ધાળુની આ તે કેવી અનોખી બાધા?!
જમીન પર આળોટી આળોટીને 2500km ની યાત્રા પુરી કરતા
શ્રદ્ધાળુની અનોખી બાધા?!
બાધા પુરી કરવા વૈષ્ણોદેવી
ના દર્શનમાટે 2200 કિલોમીટરનું અંતર જાહેર રોડ પર આળોટીને આળોટીને કાપી રહ્યાં છે!
જમીન પર આળોટીને 700 કિલોમીટરનું અંતર કાપીને રાજપીપળા આવી પહોંચ્યા
રાજપીપળા થી હજુ 1500 કિલોમીટરની યાત્રા બાકી
રોજના 10 થી 12 કિલોમીટરનું અંતર કાપતા દેવીદાસ થોરાટ
પુત્રને વીજ કરંટ લાગતા પ્લાસ્ટિક સર્જરી કર્યા પછી પુત્ર બચી જાય અને જલદી સારો થઈ જાય વતે માટે રાખી હતી અનોખી બાધા
2200 અંતર કાપીને પુરી કરશે બાધા
રાજપીપલા, તા.1
શ્રદ્ધા એક એવી વસ્તુ છેજે મનુષ્યને કંઈ પણ કરવા પ્રેરે છે
આજે વાત કરવી છે મહારાષ્ટ્ર અમરાવતીના દેવીદાસ થોરાટની. જે ૨૫૦૦ કિલોમીટરની વૈષ્ણોદેવીદર્શનની
યાત્રા જાહેર રોડ પર આળોટીને કરી રહ્યા છે.ખુલ્લા પગે, બે હાથમાં સાકળ બાંધીને , માતાજીને પગે લાગવાની મુદ્રામાં જાહેર રોડ ઉપર આખો દિવસ સતત આળોટતા આળોટતા આગળ વધતા જોઈને લોકો અચમ્બામાં પડી જાય છે પડી જાય છે.
જાહેર રોડ ઉપર આળોટવાને કારણે તેમના કપડા ફાટી જાય છે અને ગંદા પણ થઈ જાય છે
જે રોજરોજ ધોવા પડે છે ને બદલવા પડેછે.તે માટે તેમણે એક મદદનીશ તરીકે સાયકલ સવાર રાખ્યો છે જે કપડાં ધોવાથી માંડીને ખાવા પીવા ચા નાસ્તાની વ્યવસ્થા કરે છે
અમરાવતી મહારાષ્ટ્ર નીકળેલા દેવીદાસ ઠોરાટે રાજપીપળા આવી પહોંચતા મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા પુત્રને વીજ કરંટ લાગતા પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી તે બચી જાય અને જલદી સારો થઈ જાય તે માટે વૈષ્ણવદેવી દર્શન કરવાની માનતા માની હતી. ખુલ્લા પગે જમીન પર આળોટીને 2200કિમી નું અંતર આળોટીને વૈષ્ણવદેવીના દર્શનકરી બાધા પુરી કરવા સાડા ત્રણ મહિનાથી અમારાવતીથી 700કિમી ની યાત્રા પુરી કરી છે હજી 1500કિમી ની યાત્રા બાકી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ શારીરિક તકલીફ પડતી નથી. માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો આ વિષય છે. માત્ર કપડાં ફાટી જાય છે જે નવા બદલવા પડેછે . 10 થી 12 કિલોમીટરમાં અંતર રોજ કાપુ છું.બીજી કોઈ ખાસ તકલીફ પડી નથી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા