હવે આ દેશમાં જોવા મળ્યા રહસ્યમય બીમારીના લક્ષણો
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી હવે અમેરિકા સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના ઓહાયોમાં ઘણા બાળકો રહસ્યમય ન્યુમોનિયાથી પ્રભાવિત થયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટથી અત્યાર સુધીમાં આવા 142 કેસ નોંધાયા છે. જેમાં ચીનમાં ફેલાતા રોગ જેવા જ લક્ષણો જોવા મળ્યા છે. અમેરિકામાં તેને વ્હાઈટ લંગ સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું છે. ચીનમાં આ બીમારીને લીધે હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે.