જંગલ જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કર્યું હોવાની ઘટના સામે આવી

ડેડીયાપાડા જંગલ જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કર્યું હોવાની ઘટના સામે આવી..
નર્મદા વન અધિકારી એ કહ્યું ખેડાણ અને દબાણ ગેરકાયદેસર કરેલા છે

 

વન વિભાગ ગેરકાયદેસર ખેડાણ કરનાર સામે કાયદેસર રીતે કડક હાથે કામ લેશે.

રાજપીપલા, તા.6


ડેડીયાપાડા જંગલ જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે
આ અંગે નર્મદા વન અધિકારી એ ખેડાણ અને દબાણ ગેરકાયદેસર કરેલા હોવાનું જણાવી ગેરકાયદેસર ખેડાણ કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે

ડેડીયાપાડા જંગલ જમીનનો ગેર કાયદેસરની જમીન કબજો કરી ખેડાણ કરતા તેમને અટકાવવાના મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાનથી મારી નાખવાની ધમકી, પૈસાની માંગણી કરી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.

જે પ્રકરણે વિવાદ જગાવ્યો છે એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો, સમર્થકો એમ જણાવે છે કે જે ખેડૂતનીજમીનને સરકાર ગેરકાયદેસર ખેડાણ જણાવે છે તે ખેડૂતને,2009માં સનદ આપવામાં આવી હતી. સનદ આપી હોય તો એ ખેડાણ કરી શકે છે છતાં એ ખેડૂત નો કપાસ નો પાક વન વિભાગે નષ્ટ કર્યાંનો આક્ષેપ કર્યો છે.

જેની સામે વન વિભાગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અંગે નર્મદા વન વિભાગના નાયબ સંરક્ષક નીરજ કુમારે માહિતી આપતા જણાવ્યું છે. વન વિભાગ આ અંગે તપાસ કરી છે. અને આ ખેડા સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. વન વિભાગ દ્વારા ફોરેસ્ટ એકના કાયદા હેઠળ જે પણ વ્યક્તિને સનત કે હક દાવા આપેલ હોય તેવા લોકો સામે વન વિભાગ ક્યારે હેરાનગતિ કે કનડગત કરતી નથી

તાજેતરમાં ફુલસર રેન્જની ઝાડોલી બીટમાં જે ખેડાણ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર હતું.અને જે દબાણ કરેલું હતું તે પણ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું જણાવ્યું છે.ભવિષ્યમાં આવા કેસો જો વન વિભાગ સામે આવસે તો વન વિભાગ તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરશે તેમ બહુ નાયબ વનસંરક્ષક નીરજ કુમારે વધુમાં તે જણાવ્યું હતું કે જે લોકોના હકદાવા કે સનદ આપેલા છે. તેમાં જે વિગત લખેલી છે તેની બહાર જઈને નિયમ વિરુદ્ધ દબાણ કે ગેરકાયદેસર ખેડાણ કરવાનું ધ્યાને આવશે. તો વન વિભાગ તેની સામે ગંભીરતા પૂર્વક લઈ નિયમાઅનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

આ અંગે તેમણે જાહેર જનતાને અનુરોધ કરતા પણ જણાવ્યું છે કે કે સરકારે તમને ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ જે અધિકાર આપેલા છે તેનો ઉપયોગ કરો.આ કાર્યવાહીમાં વન વિભાગ તમને પૂરેપૂરો સહકાર આપશે અને મદદ કરશે..

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *