બદલાશે આ જિલ્લાનું નામ, નવું નામ હશે
‘હરિગઢ’
ઉત્તરપ્રદેશના અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના કાઉન્સિલર સંજય પંડિતે કોર્પોરેશનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો. હવે તેને વહીવટી તંત્રને મોકલવામાં આવશે. તંત્ર તરફથી મંજૂરી મળ્યા બાદ અલીગઢ હરિગઢ તરીકે ઓળખાશે.