ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ત્રિદિવસીય શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રનું આયોજન થયુ છે. તા:૧૮મી માર્ચના રોજ પ્રથમ દિવસે દૂરદર્શન કેન્દ્રના પૂર્વ નિયામક ડો.રૂપા મહેતા “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ” વીશે વક્તવ્ય આપશે. અમદાવાદ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન જ્ઞાનસત્રનું ઉદ્દઘાટન કરશે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ઉત્પલ જોશી અધ્યક્ષીય સંબોધન કરશે. જ્ઞાનસત્રના બીજા દિવસે ૧૯ મી માર્ચના રોજ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહા “યૌવન વીંઝે પાંખ” વિષય ઉપર વિચારો વ્યક્ત કરશે તથા જ્ઞાનસત્રના અંતીમ દિવસે ૨૦ મી માર્ચે વિશ્વના વિખ્યાત ખગોળશાસ્ત્રી અને બ્રહ્માંડ વૈજ્ઞાનિક ડો,પંકજ જોષી “વિજ્ઞાન અને અધ્યાત્મ “ વિષય ઉપર વક્તવ્ય આપશે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા જનરલ નોલેજ વધારવા જ્ઞાનસત્ર યોજવા આવશ્યક છે. વિવિધ વિષયો તથા વિદ્યાનોના વક્તવ્યોથી વિદ્યાર્થીઓને જ્ઞાન તથા માહિતી પ્રાપ્ત થાય છે.