ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના ૧૧ માં શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રના ઉદ્દઘાટન સમારોહમાં અમદાવાદ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈને કહ્યું હતુ કે કોમર્સ કોલેજમાં જ્ઞાનસત્રનું આયોજન કરવુ ખરેખર પ્રશંસનીય તથા સરાહનીય છે. સમારંભના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ઉત્પલ જોષીએ ભારતીય જ્ઞાનની પરંપરા તથા ભવ્ય વારસા વીશે વક્તવ્ય આપ્યું હતુ. જ્ઞાનસત્રના પ્રથમ દિવસના મુખ્ય વક્તા રૂપા મહેતાએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, રીતરિવાજો ,સંસ્કૃતિ, ગીતો તથા ઈતિહાસ વીશે વિચારો રજૂ કર્યા હતા.તેમણે વધુમાંકહ્યું હતુ કે ગુજરાતનું ખમીર,વહેપાર કરવાનું સાહસ તથા ભાઈચારા અને બંધુતાની વાત ઉદાહરણ સાથે રજૂ કરી હતી.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના ઇન્ટરનેટ તથા ટેકનોલોજીના યુગમાં આંગળીના વેઢે વિશ્વની તમામ માહિતી ઉપલબ્ધ છે. પરંતુ આજના યુવાનોને સાહિત્ય, સંગીત, ધર્મ તથા કલાની ભવ્યતાની ખબર નથી હોતી. માત્ર સીલેબસમાં રહેલુ જ્ઞાન તથા માહિતી પૂરતી નથી. પરંતુ વિવિધ વિષયો તથા જુદા જુદા ક્ષેત્રોનું જ્ઞાન પણ હોવુ જોઈએ. આ સંદર્ભે કોલેજમાં છેલ્લા ૧૧ વર્ષથી જ્ઞાનસત્રનું આયોજન થાય છે.કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.અનુરાધા પાગેદારે કર્યુ હતુ. પ્રા.મહેશ સોનારાએ આભારદર્શન કર્યુ હતુ.
એચ.એ.કોલેજમાં શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રનું ભવ્ય ઉદ્દઘાટન થયુ.
