ધારાસભ્યએ પાવડા તગારા લઈને ભ્રસ્ટાચારના ખાડા પૂર્યા

ડેડીયાપાડાના ધારાસભ્યએ પાવડા તગારા લઈને
ભ્રસ્ટાચારના ખાડા પૂર્યા

ગુજરાતના સ્ટેટ અને નેશનલ હાઇવેના ખાડાઑ પુરવા
અને ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ ના કાર્યકરોની ફોજ રસ્તાઉપર ઉતરી આવી.

સરકાર ખાડાઓ નહીં પૂરે તો નેશનલ હાઇવે જાય છે અમે ભારેવાહનો માટે બંધ કરી દેવાની ચીમકી

રાજપીપલા, તા.31

નર્મદા સહીત સમગ્ર ગુજરાતમાં ગુજરાતના સ્ટેટ અને નેશનલહાઇવેના રસ્તાઓના તકલાદીકામોની પોલ વરસાદે ખોલી નાખી છે.
ગુજરાતના સ્ટેટ અને નેશનલ હાઇવેના ખાડાઑ પુરવા
અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ ના કાર્યકરોની ફોજ રસ્તાઉપર ઉતરી આવીહતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે
ગુજરાતમાં આખા રાજ્યમાં મોટા મોટા ભુવા પડેલા છે. અને ઘણા મોટા મોટા ભ્રષ્ટાચાર ના ખાડાઓ પડેલા છે. લોકોની અનેક રજૂઆતો કરી છે અને અમે પણ સરકારને અનેક વાર રજૂઆતો કરી છતાં પણ ઊંઘતી આ સરકાર જાગતી નથી. તેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ઘણા લોકો મૃત્યુ પામે છે અને પછી પણ આ સરકાર જાગતી નથી.
આજે અમે આ
ઊંઘતી સરકારને જગાડવા માટે અને એની સંવેદનાને જગાડવા માટે અમે આજે ગુજરાત અને મુંબઈને જોડતો નેશનલ હાઇવેહાઈવે પર પડેલા ઘૂંટણ સમા ખાડા પૂરવા માટે અમે આવ્યા છીએ. આજે સવારથી અમે અમારી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખાડા પૂર્યા છે

અમે સરકારને કહેવા માગીએ છીએ કે પ્રજા જે રોડ ટેક્સના પૈસા ભરે છે તો એ પૈસા નું તમે શું કરો છો? આજે આટલા મોટા ભ્રષ્ટાચાર ના ખાડા અમારે પુરવા પડે છે. ધારાસભ્ય તરીકે અમારે ખારા પૂરવા પડે છે? ખરેખર સરકારને શરમ આવવી જોઈએ. આવનાર દિવસોમાં જે સરકાર સમગ્ર ગુજરાતના ખાડાઓ નહીં પૂરે તો અમારા વિસ્તારોમાંથી જેટલા પણ નેશનલ હાઇવે જાય છે તે હાઇવે જાય છે એ હાઇવે અમે ભારે ભડકમ વાહનો માટે બંધ કરી દઈશું., એટલે અમે સરકારને કહીએ છીએ કે તમે સંવેદનશીલ સરકાર બનો, જાગો અને આ તમામે તમામ ખાડાઓ પૂરો. એવી અમારી માંગણી છે.આ વિસ્તારમાં પણ ઘણા ખાડાઓ છે. આ વિસ્તારના નેતાઓને પણ ખાડા દેખાતા કેમ નથી? એનેતાઓને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે તમારી સરકાર ને જગાડો. જો આ ભ્રષ્ટાચારના ખાડાઓ પૂર્વમાં નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારા વિસ્તારમાંથી જે પણ નેશનલ હાઇવે જાય છે એના પર ભારે વાહનોના અવર-જવર પર અમે પ્રતિબંધ મૂકી દઈશું એવી ચીમકી પણ આપી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *