રાજપીપળા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાનો દ્વારા ગાંધીજીની ૧૫૪ મી જન્મ જયંતિની ઉજવાઈ.
રાજપીપલા, તા.2
રાજપીપળા ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાનો દ્વારા પૂ
મહાત્મા ગાંધી બાપુની ૧૫૪ મી જન્મ જયંતિની ઉજવાઈહતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.
સૂતરની આંટી પહેરાવી દર્શનાબેન દેશમુખે સૂતરની આંટી પહેરાવી હતી તેમની સાથે રાજપીપલા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, જિલ્લા મહામન્ત્રી વિક્રમભાઈ તડવી,નગરપાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠાબેન પટેલ,જિલ્લા મહિલા મોર્ચાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ, મહામન્ત્રી દક્ષાબેન પટેલ, કમલેશભાઈ પટેલ,રવિ દેશમુખ સહીત અન્ય કાર્યકરોએ ઉપસ્થિત રહી સૂતરની આંટી પહેરાવી ભાવ વંદના કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેને પૂજ્ય બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે અને સાથોસાથ ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આ બંને ભારતમાતાના સપૂતોનું ભારતના વિકાસમાં મોટુ યોગદાન રહ્યું છે. એમને દેશ ક્યારે ભુલશે નહીં.
દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આ વર્ષે “સ્વચ્છતા હી સેવા” અભિયાન ઉજ્જવવામાં આવી રહ્યો છે. તેને નર્મદા જિલ્લામાં આ અભિયાનને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સાથે શહેરી વિસ્તારમાં પણ બહોળી સંખ્યામાં લોકો મહાશ્રમદાન અભિયાનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વછતા અભિયાન લોકોએ એ સ્વયંભુ ઉપાડી લીધું છે
આવનારા સમય ભારતના લોકો સ્વચ્છતાને વધુ મહત્વ આપશે એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કેવડિયા અને રાજપીપલા ખાતે લોકોએ ખાદી ગ્રામોદ્યોગ ખાદી ભંડારમાંથી ખાદી ખરીદી હતી.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા