કરજણડેમ ૯૦% ભરાયો
ડેમ હાઈએલર્ટ સ્ટેજના લેવલે. મુકાયો
ગમે ત્યારે 100%ભરાવાની શક્યતા.
કલેકટરને રિપોર્ટ કરાયો.
રાજપીપલા, તા 21
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવા દોરી સમાન ગણાતો કરજણ ડેમ ચાલુ સીઝનમાં પહેલીવાર 90% ભરાયો છે. જેને કારણે ડેમ સત્તાવાળાએ કરજ્ણ ડેમને હાઈ એલર્ટ સ્ટેજ ઉપર. મૂક્યો છે. અંગેની જાણ જિલ્લા કલેકટર નર્મદાને રિપોર્ટ દ્વારા કરવામાં પણ આવી છે.
અને જણાવ્યું છે કે કરજણ ડેમ ગમે ત્યારે સો ટકા ભરાવાની શક્યતા છે.
હાલ કરજણ ડેમની સપાટી 113.39મીટર સુધી પહોંચી છે. જે ભયજનક સપાટી 115.25મીટરથી 1.86મીટર દૂર રહી ગયો છે. જો વરસાદની આવક ચાલુ રહે તો કરજણ ડેમ ગમે ત્યારે 100%ભરાવાની પુરી શક્યતા છે.કરજણ ડેમ ઉપર તંત્રની નજર છે હમણાં જ જિલ્લા કલેકટર, ડીડીઓ અને પ્રોજેક્ટ એડમીનીસ્ટ્રેટરે કરજણ ડેમની મુલાકાત લીધી હતી.
હાલ કરજણ ડેમમાં 0.6 મીટર પહોળા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 16000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
હાલ નર્મદા ડેમમાંથી પાણી છોડ્યા બાદ પૂરથી જે નુકસાન થયું છે તેવું નુકશાન કરજણડેમમાંથી વધારે પાણી છોડવામાં આવે તો કરજણ કાંઠા વિસ્તારના ગામોને નુકસાન ન થાય તેની અગમચેતી પણ રાખવી જરૂરી છે. હાલ કરજણ ડેમના 3 ગેટ ખોલીને પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે
કરજણ ડેમ ખેડૂતોની જીવાદોરી હોય તેમને સો ટકા ભરવા માટે સંગ્રહ કરવામાંઆવે છે.જે ચોમાસા બાદ ઉનાળામાં પણ જ્યારે જ્યારે પણ ખેડૂતોને પાણીની તંગી પડે ત્યારે ડાબા કાંઠા અને જમણા કાંઠા નેરો દ્વારા પાણી છોડવામાં આવે છે. આ રીતે કરજણ ડેમ ખેડૂતો માટે આશીર્વાદ પુરવાર થયો છે.
તસવીર :દીપક જગતાપ રાજપીપલા