વિનોદ રાવલ. ચિત્રકાર
સીનીયર ચિત્રકાર શ્રી વિનોદ રાવલના ચિત્રોનું પ્રદર્શન, અમદાવાદની મુખૌટે આર્ટ ગેલેરી, નારણપુરા ખાતે, નિલુબેન પટેલ દ્વારા, આમંત્રિત મહેમાનો ચિત્રકાર મિત્રો, તથા કોકીલાબેન જી. પટેલના હસ્તે, દિપ પ્રાગટ્ય કરીને પ્રદર્શન ખુલ્લુ મુકવામા આવ્યુ
છે, જે તારીખ 10 ઓગસ્ટથી 22 ઓગષ્ટ 2023 સુધી, દરરોજ સાંજે ચારથી, રાત્રિના આઠના સમય દરમિયાન દર્શકો નિહાળી શકાશે,
જીવન ચિત્રયાત્રા વિનોદ રાવલ મન એક આનંદનો અનુભવાય છે. પોતાની સમજ અને અનુભવને ફલક પર મૂકતા જે સર્જન અવનવા ઓપ આપે અને તેની સાથે તાદૃશ્ય થાય બસ એજ કલાકારને મન સાચી કલાકૃતિ
વિનોદ રાવલે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પોતાનો કલા અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ સાથે જોડાયા અહીં શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસ ખાતે અધ્યાપનની સાથો-સાથ પોતાના અવનવા સર્જનો કર્યા, અનેક વિદ્યાર્થીઓને ચિત્રકલાના માર્ગે જ્ઞાન પીરસી આપણા સમાજને અનેક કલાકારો આપ્યા. 84 વર્ષની ઉંમરે પણ તેઓ કલાસંગ જીવન જીવી રહ્યાં છે. આપણા સમાજને તેમણે ખૂબ વાંચ્યો છે અનુભવ્યો છે જે તેઓના ચિત્રસર્જનમાં પણ પ્રદર્શિત થાય છે. ચિત્રકલા ઉપરાંત તેઓને ધર્મ, તત્વજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્રનો પણ ખૂબ જ બહોળો અનુભવ છે.
વિનોદભાઈએ તેઓના કુટુંબ પ્રત્યે પણ ઉમદા કાર્ય કર્યું છે. જે ‘માનવ ધર્મ’ એ મંત્ર એમણે સ્વીકાર્યો છે. તેવું પ્રસ્થાિપત પણ થાય છે. આગામી વર્ષોમાં અેક કલાકૃત્તિઓનું સર્જન કરી આપણા સમાજને પ્રદર્શિત કરે એ જ અભ્યર્થના સહ વંદન…