અમદાવાદ મેટ્રો ના પત્રકાર ના જણાવ્યા પ્રમાણે આજકાલ ફેલાયેલા conjunctivitis રોગચાળા ને લીધે
સિપ્લોફ્લોક્સઅસિન ટીંપા ને સખત અછત છે જેનું કારણ લોકો એડવાન્સ ના આ ટીંપાઓ ખરીદી રાખે છે. પણ આ રોગ મૂળે વાઇરલ ઇન્ફેક્સન છે અને આ ટીંપા બેક્ટેરિયલ ઇન્ફેક્સન ને કાબુ કરે છે નહીં કે conjunctivitis જેવા વાઇરલ ઇન્ફેક્સન ને! . આવું જ કોવીડ વખતે ગામ લૂંટતા કહેવાતા આયુર્વેદિક બાવાઓએ કાઢેલી (દાવા વગરની) દવાઓ વિષે થયું તું. કોરોનીલ નામે આખું સ્કેમ ચાલ્યું. હળદર લીંબુ ઉકાળા જાણે જડીબુટ્ટી હોય એમ બધા મંડી પડેલા. અંતે બધા ઠેર ના ઠેર. આમાં ફાર્મા કંપનીઓને તો મોજે મોજ જ છે. હેલ્થ મીસઈન્ફોર્મેશન બાબતે અમદાવાદીઓ ની આંખો ક્યારે ખુલશે!! અરુણાબેન બુચ- અમદાવાદ
“આંખો આવી હવે તો આંખો ખોલો” અરુણાબેન બુચ
સંકલન – તેજલ વસાવડા