એચઆઈવી એઇડઝ પીડીતો અને સમલિંગીકો માટે કામ કરનાર
રાજપીપલાના વર્લ્ડ સેલિબ્રિટી પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ એઇડઝ રેલીમાં જોડાયા
40ફૂટ મોટા કોન્ડોમ ઉપર સહી ઝુંબેશ કરી
કોન્ડોમના સ્ટેચ્યુ સાથે રેલીમાં જોડાઇ 7000થી વધુ કોન્ડોમનું વિતરણ કર્યું
એચઆઈવી એઇડઝ થી બચીએ એવા સંકલ્પ સાથે શપથ પણ લેવડાવ્યા
રાજપીપલા, તા 1
એચઆઈવી એઇડઝ પીડીતો અને સમલિંગીકો માટે દેશ અને વિશ્વભરમાં કામ કરનાર વર્લ્ડ સેલિબ્રિટી એવા રાજવી પરિવાર રાજપીપલાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ
કે જેઓ અમેરિકન સંસ્થા એઇડ્સ હેલ્થ કેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર છે.તેઓને આજે એઇડઝ દિવસે ખાસ આમંત્રણ મળતાં અમદાવાદ ખાતે આજે યુવરાજ માનવેન્દ્રસિંહ ખાસ રેલીમાં જોડાયા હતા
યુવરાજ માનવેન્દ્રસિંહે તેમની સંસ્થા દ્વારા કોન્ડોમના સ્ટેચ્યુ સાથે રેલીમાં જોડી 7000થી વધુ કોન્ડોમનું વિતરણ કર્યું હતું.તેમજ 40ફૂટ મોટા કોન્ડોમ ઉપર સહી ઝુંબેશ કરી એચઆઈવી એઇડઝ થી બચીએ એવા સંકલ્પ સાથે શપથ પણ લેવડાવ્યા હતાં.
ગુજરાતી રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ એઇડઝ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે જન જાગૃતિ રેલી નીકળી હતી જેમાંરાજ્ય સરકારના મન્ત્રી બચુભાઈ ખાબડ અને શિક્ષણ મંત્રી ડીંડોર સાથે બ્રાન્ડ એમ્બેસેડાર યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલ
રેલીમાં ખાસ જોડાયા હતાં
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા