‘ધ કેરલા સ્ટોરી’ની અભિનેત્રી અદા શર્માનો થયો એક્સિડન્ટ..

‘ધ કેરલા સ્ટોરી’ની લીડ એક્ટ્રેસ અદા શર્માનો અકસ્માત થયો હતો. જોકે તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે, તે અને તેની આખી ટીમ સુરક્ષિત છે. ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેને ટ્વીટ કરીને રોડ એક્સિડન્ટની માહિતી આપી હતી. આ પછી અદા પર શુભેચ્છકોના અનેક મેસેજ આવવા લાગ્યા. તેણે ટ્વીટ કર્યું કે, ‘હું ઠીક છું. જ્યારથી એક્સિડેન્ટના સમાચાર આવ્યા છે ત્યારથી મને ઘણા બધા મેસેજ આવી રહ્યા છે. આપ સૌનો આભાર.’