દેશમાં દવાઓ 50 ટકા થઈ જશે સસ્તી!
સરકારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કર્યો છે. જેથી દેશમાં બ્રાન્ડેડ દવાઓની કિંમત અડધી થઈ શકે છે. પેટન્ટની સુરક્ષા રદ્દ થતાં જ પેટન્ટ ગુમાવનાર દવાઓની કિંમત 50 ટકા જેટલી સસ્તી થઈ શકે છે અથવા જો પેટન્ટ બંધ થઇ જશે અથવા બંધ થવાનું એલાન પણ થશે તો દવાઓની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. એક વર્ષ પછી MRP જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર સાથે બદલાશે. તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે.