HAPPY BIRTHDAY માધુરી દિક્ષીત ધક ધક ગર્લ.

HAPPY BIRTHDAY માધુરી દિક્ષીત ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો આજે 56મો જન્મદિવસ છે. એક સમય હતો જ્યારે બોલિવૂડમાં માધુરીની એક્ટિંગ અને ડાન્સનો જાદુ ચાલતો હતો. તે સમયે માધુરી શાહરૂખ અને સલમાન ખાન કરતાં વધુ ફી લેતી. તેણે ‘અંજામ’માં શાહરૂખ અને ‘હમ આપકે હૈ કૌન’માં સલમાન કરતાં વધુ ફી લીધી હતી. તે હજુ પણ એક ફિલ્મ કરવા માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે. રિપોર્ટ્સનું માનીએ તો માધુરીની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયાથી વધુ છે.