બ્રેકીંગ ન્યૂઝ નર્મદા
6 વર્ષની બાળા પર બળાત્કાર ના કેસમાંઆરોપીને 20 વર્ષનીકેદની સજા અને 3 લાખ વળતર ચૂકવવાનો હુકમ
રાજપીપલા, તાં 20
6 વર્ષની બાળા પર બળાત્કાર ના કેસમાં ડેડીયાપાડાના આરોપીને 20 વર્ષનીકેદની સજા અને 3 લાખ વળતર ચૂકવવાનો હુકમ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે કર્યો છે.
નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં
માં ચાલેલ પોકસો કેસ નંબર
૧૦/૨૦૨૦ માં આરોપી અર્જુનભાઈ ભારજીભાઈ વસાવા,રહે.કલતર
તા.ડેડીયાપાડા જી.નર્મદાને
ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬, ૩૭૬(એ)(બી), ૫૦૬(૨) તથા
પોકસો અધિનિયમ કલમ-૪, ૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહી
સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી
એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકીએ આરોપી
આરોપી અર્જુનભાઈ ભારજીભાઈ વસાવાને ઈ.પી.કો. કલમ-૩૬૩ માં ૦૭ વર્ષનીકેદ તથા રૂ.૨૫૦૦/– ના દંડની સજા, કલમ–૩૭૬ માં ૧૦ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦૦/– ના
દંડની સજા, ૩૭૬(એ)(બી) માં ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫૦૦૦/- દંડ, ૫૦૬(૨)માં ૧ વર્ષ કેદ તથા
રૂ.૧૦૦૦|– દંડની સજા તથા પોકસો અધિનિયમ કલમ-૪ માં ૦૭ વર્ષ કેદ અને રૂ.૫૦૦૦/- દંડઅને કલમ-૬ માં ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.૫૦૦૦/– દંડની સજા તથા ભોગ બનનારનેરૂ.૩,૦૦,૦૦૦|– (ત્રણ લાખ) વળતર ચુકવવાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
પ્રસ્તુત કેસની હકીકત એવી છે કે આ કામના આરોપી ફરીયાદીની ભત્રીજી જેઓની ઉ.વ.૦૭ વર્ષ ૧૦ માસ તથા સાહેદ બાળા જેની ઉ.વ.૦૬ વર્ષ ૨ માસ છે.ગઈ તા.૨૭/૦૨/૨૦૨૦ ના રોજ
પોતાના ઘરની બાજુમાં મહેશભાઈ જીભાઈ તડવીના ઘરે લગ્ન પ્રસંગના મંડપમાં રમવા માટે ગયેલા તે
વખતે આ કામનો આરોપી ભોગ બનનારને અને સાહેદ બાળાને દશ રૂપીયા આપીશ તેવી લાલચ
આપી પોતાની સાથે ખેતર તરફ સંડાસ કરવા ચાલો તેમ કહેતા ભોગ બનનારે ના પાડતા આરોપીએ બાળાને હાથમાં ઉંચકી લઈ ભાથ ભરી અપહરણ કરી ખેત૨ ત૨ફ જતા આરોપીએ બાળા
અને ભોગ બનનારને કપાસના ખેતરમાં લઈ જઈ તથા ભોગ બનનારને ધાક ધમકીઓ આપી
આરોપીએ પોતાના કપડા તેમજ ભોગ બનનારના કપડા ઉતારી લઈ ભોગ બનનાર સાથે બળાત્કાર કરી ભોગ બનનારને શરીર પીઠ પાછળ તેમજ ગુપ્ત ભાગે ઈજાઓ કરી ગુનો કરેલ.
સદર કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં
ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે
ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો
તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી સજાનો હુકમ કરેલ છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા