પરમ પૂજ્યા કમલેશબેન ને સમર્પિત શબ્દ પુસ્પાજંલી
ભાવના મયૂર પુરોહિત
હૈદરાબાદ
હૈદરાબાદ કાલિદાસ પુરોહિત
નું વહાલું કન્યા રતન જનમ્યું ૧૧ માર્ચ
પ્રભાવંતીબા અને ગણપત દાદા નાં વ્હાલાં પૌત્રી.
મણિલાલ ભાઈ અને કમલાબેન નાં વ્હાલાં દીકરી.
બહેનો – નલિની બેન, જ્યોતિ બેન, સરયૂ બેન.
ભાઈઓ : મયૂર ભાઈ, ડિગંબર :ભાઈ
ભાભીઓ: ભાવના બેન, જ્યોતી બેન
પિત્રાઈ, મામાઈ, ફૈયાઈ,
માસિયાઈ સૌ ભાંડરડાં પર એક સમાન પ્રેમ રાખનારાં.
સંયુક્ત કુટુંબનાં સૌનાં વ્હાલાં કમલેશબેન.
મોસાળ માં પણ સૌનાં વ્હાલાં,
મુરીબા – વિષ્ણુ દાદા નાં પ્યારા
દોહિત્રી.
હરેન મામા – નલિની મામી,
પ્રજ્ઞા મામી,
પ્રફુલ્લ મામા – નીલામામી,
હરેશ મામા – દિવ્યા મામી,
જયશ્રી માસી – જનકમાસા,
અરુણા માસી – ભૂપતમાસા
સૌનાં લાડલાં ભાણેજ.
૧૦ મી ફેબ્રુઆરીએ જોડાઈ ગયા, ૨૭ ઓગસ્ટ નાં જન્મેલાં આદરણીય ડૉ. પ્રદીપ ભાઈ ઠાકર સાથે લગ્ન
ગ્રંથિ થી.
મણિકાંત ભાઈ – કૃષ્ણા બેન
નાં પૂત્રવધુ
નણંદો: હંસાબેન, રેણુબેન, ભાવના બેન દિયર :જય પ્રકાશ ભાઈ નાં પ્યારા ભાભી માં,
તેજસ, ખ્યાતિ, નેહલ નાં જનની.
દિપા બેન નાં જેઠાણી
વેંકટ- તુષાર નાં કાકી,
કામાક્ષી – સુમંત, કલ્યાણી-ધ્રુવ, મૌલિક – હાર્દિ, ચાંદની – આદિત્ય, ખુશ્બુ – હરિશ નાં
વ્હાલાં ફૈબા.
મુકુલ, અમિ, કુલદીપ, દીશા, દર્શન નાં માસી.
ગોપાલ, શ્રૃતી,
પૂજા, અમિત નાં મામી.
ભાર્વી, આશિષ કુમાર, અમિત
કુમાર નાં પ્રેમાળ સાસુ મૈયા.
યશ, ગાર્ગી નાં દાદીમા
યુગ નાં નાનીમા.
નરેન્દ્ર ભાઈ – હર્ષા બેન,
હસુભાઈ – પ્રેમીલા બેન,
શશિકાંતભાઈ – નીમુબેન
સૌ વેવાઈ વેલા
નાં પરિવારો ના પ્યારા વેવાણ.
આ ઉપરાંત અસંખ્ય,
જાણીતાં અને અજાણ્યાં,
લોકો, સૌનાં પ્યારા સ્નેહી જન.
“સબ સે બડી પ્રેમ સગાઈ” .
એટલે સૌનાં સ્નેહી.
અડોશી- પડોશી, પશુ-પક્ષીઓ, ખિસકોલી ઓ
સૌ ઉપર અપાર હેત રાખે.
ટોમલો વ્હાલું કુતરું હતું.
પરમ પૂજ્ય ડૉ. પ્રદીપ ભાઈ સાથે, આજીવન સારસ બેલડી ની
જેમ રહ્યાં.
અદ્ભુત દાંપત્ય જીવન નાં સુંદર
ઉદાહરણ નો પ્રત્યક્ષ દાખલો.
પ.પૂ. ડૉ. પ્રદીપ ભાઈ એ પણ એમને ક્યારેય એમને તુંકારે
નહોતાં બોલાવ્યાં!!!
કમલેશ એટલે કે કમળ માં
બેઠેલાં ઈશ્વર.
પ્રદીપ ભાઈ નાં ગૃહ લક્ષ્મી
અને સૌનાં અન્નપૂર્ણા માતા,
પ્રદીપ ભાઈ ને ખૂબ જ ફળ્યાં હતાં.
બોલાવ્યાં!!!
કમલેશ એટલે કે કમળ માં
બેઠેલાં ઈશ્વર.
પ્રદીપ ભાઈ નાં ગૃહ લક્ષ્મી
અને સૌનાં અન્નપૂર્ણા માતા,
પ્રદીપ ભાઈ ને ખૂબ જ ફળ્યાં હતાં.
પ.પૂ.ડૉ. પ્રદીપ ભાઈ એમને કમલ કહેતાં.
પોતાનાં દવાખાના નું નામ
‘કમલ ક્લિનીક’ રાખ્યું હતું.
ડૉ. તેજસે પોતાનાં ક્લિનીક નું નામ દાદી નાં નામ પરથી
કૃષ્ણા ક્લિનીક રાખ્યું છે.
જન્માક્ષર નું નામ વિષ્ણુપ્રિયા હતું.
કમલેશ નામ હુલામણું નામ હતું.
પરંતુ હુલામણાં નામ થી જ
આખું જીવન વિતાવ્યું હતું.
કમલેશબેને વસમી વિદાય લીધી આ ધરા પરથી.
અખંડ સૌભાગ્યવંતા
કમલેશબેને અધિક શ્રાવણ
વદી એકમ ૨૦૭૯,
૨જી ઓગસ્ટ ૨૦૨૩ નાં રોજ –
દેહ થી વિદાય લીધી આ
જગ માંથી
પરંતુ સૌનાં મન માં,
સૌનાં દિલમાં એમની યાદ
સદા પ્રદિપ્ત રહેશે.
🙏🙏🙏🙏🙏
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
કવિતા લખવાની તા.
૩૦ મી ઓગસ્ટ ૨૦૨૩.
વૈકુંઠ ધામ પછી ની પ્રથમ
બળેવ વર્ષ ૨૦૭૯.