અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર મા
પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે શ્રીફળ અને સુકા ફુલોથી ખુબ જ સરસ સજાવટ કરવામાં આવેલી અને સર્વેનુ મન મોહી નાખે તેવી ભગવાન શ્રી ની પ્રતિમા ને અતિ સુંદર આંગી કરી હતી.
આ દેરાસર નુ સંચાલન શ્રી લબ્ધિનિધાન જૈન સંઘ ના હેઠળ થઈ રહેલ છે.
પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનુ વાંચન થાય છે તે સમયે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્ન ઉતારવામાં આવે છે.
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
પ્રભુ મહાવીરના માતાને આવતા ચૌદ સ્વપ્નનુ જિનશાસનમાં ખૂબ માહાત્મ્ય છે. મહાવીર જન્મ કલ્યાણક તેમજ મહાવીર જન્મ વાંચન પ્રસંગે આપણે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નને પણ યાદ કરીયે છીયે.
સ્વપ્નીલ આચાર્ય
લેખક,આર્ટ ક્યુરેટર