રાજપીપળા ખાતે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની વિધિવત સ્થાપના કરી
નદીમાં વિસર્જન ન કરતાં ઘરેજ ડોલમાં વિસર્જન કરી ટેરેસ ગાર્ડનમાં આ પાણી નાખી દેવાશે.
નદીને પ્રદુષિત થતી બચાવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થપના કરવાનો સંદેશો પાઠવતા જગતાપ દંપત્તિ.
રાજપીપલા, તા.19
આજથી શરૂ થતા ગણેશ મહોત્સવ પ્રસંગે રાજપીપળા ખાતે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએવોઇસ ઑફ નર્મદાના તંત્રી જ્યોતિબેન જગતાપ અને જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી.
અને લોકોને પર્યાવરણનો મેસેજ આપતા જણાવ્યું હતું કેઅમે દર વર્ષે અમારા ઘરે માટીની મૂર્તિની સ્થાપના કરતા હતાં. પણ આ વખતે અમે માત્ર ગાયના છાણમાંથી બનાવેલઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થપના કરી છે.
મોટી મૂર્તિનો મોહ ન રાખતા નહીં પણ નાની મૂર્તિ રાખીએ
અને પીઓપીની મૂર્તિ નહીં પણ માટીની અથવા ગાયના છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીએ
એનાથી પર્યાવરણની જાળવણી થશે.નદી પ્રદૂષિત થતી અટકશે.
જ્યોતિબેન જગતાપે જણાયું હતું કે અમે ગૌ પશુપાલક રાજેશભાઈ વસાવાને ત્યાંથી બનાવેલી ગીરના ગાયના છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ની સ્થાપના કરી છે. અમારું ટેરેસ ગાર્ડન છે એમાંવિસર્જન વખતે ડોલમાં વિસર્જિત કરીએ પાણી છોડ કુંડામાં નાખી દેવાથી એ ખાતર બની જશે.
આજેજગતાપ પરિવારે આરતી પૂજા કરી ગણેશજી ની વિધિવત સ્થાપના કરી હતી.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા