ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાનો ભાજપામાં પ્રવેશ

નર્મદા બ્રેકિંગ….

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાનો ભાજપામાં પ્રવેશ

કોંગ્રેસના હરેશ વસાવા એ ભાજપનો ખેસ ધારણ કર્યો

હરેશ વસાવા અગાઉ કોંગ્રેસ તરફથી નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડયા હતા હાર મળી હતી.

રાજપીપલા, તા16

ગુજરાત પ્રદેશકોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાનો ભાજપામાં પ્રવેશ કરાયો છે.
હરેશ વસાવા એ ભાજપનો ખેસ ધારણ કરતા નર્મદા અને ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડયો છે જેની ઘણા વખત થી ચર્ચા થઈ રહી હતી તે મુજબ
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તેજિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતીમાં હરેશ વસાવાએ ભાજપાનો ખેસ ધારણ કરતા નર્મદા ભાજપે કોંગ્રેસમાં મોટુ ગાબડું પાડી દેતા કોંગ્રેસ છાવણીમાં મોટો હડ કંપ મચી જવા પામ્યો છે.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાને પાર્ટીએ સપેન્ડ કર્યા બાદ વિધાન સભાની ચૂંટણીમાં બીજા નંબરે વિજેતા થનાર હરેશ વસાવાને ભાજપા માં સામેલ કરી ભાજપે મોટો દાવ ખેલી આગામી લોક સભાની ચૂંટણીને ધ્યાને લેતા આગામી દિવસોમાં રાજકારણમાં નવો વળાંક આવે તો નવાઈ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કેહરેશ વસાવા અગાઉ કોંગ્રેસ તરફથી નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડયા હતા હાર મળી હતી.અને બીજા નંબરે રહ્યાં હતાં. હવે હરેશ વસાવાને ભાજપામાં જોડવાનો શું મોટો પ્લાન છે તે હવે સમય જ બતાવશે. આ પરિવર્તનના આગામી ભરુચ લોકસભાની ચૂંટણીમાં પડશે એ હવે નક્કી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા