બ્રેકીંગ ન્યૂઝ
નર્મદા ડેમના 10ગેટ ખોલાયા
1,45,000 ક્યૂસેક પાણી છોડાતા નર્મદાબે કાંઠે
હાલમાં પાણીની સપાટી 136.11 મીટર. નોંધાઈ
નર્મદા ડેમમાં પાણીની આવક 9,38,060 ક્યૂસેક નોંધાઈ
રાજપીપલા, તાં 16
મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી 11લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
આજે બપોરે 12 કલાકે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા બે કાંઠે વહેવા લાગી છે.
હાલમાં પાણીની સપાટી 136.11 મીટર. નોંધાઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 9,38,060 ક્યૂસેક નોંધાઈ છે
છેલ્લાં 3 કલાકમાં સરેરાશ આવક 6,82,791 ક્યૂસેક નોંધાઈ છે.
રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેક જાવકથઈ રહી છે. હાલ રિવરબેડ પાવરહાઉસ અને કેનાલહેડ પાવરહાઉસના તમામ વીજ યુનિટો ચાલુ કરી દેવાતાં વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયું છે.
મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી 11લાખ જેટલું પાણી છોડી દેવાતા નર્મદાડેમમાં પાણીની આવક સતત વધવા પામી છે જેને કારણે ડેમના ઈજનેરો અને અધિકારીઑને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.હાલ પાણીની વિપુલ આવકથઈ રહી હોવા
થી સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસકરવામાં આવી રહ્યું હોવાનું ડેમ સત્તાવાળા જણાવી રહ્યાં છે.
ખાસ કરીનેવધુ પાણી છોડવામાં આવે તો ભરુચ નર્મદાની સપાટી વધે તો નુકશાન ન થાય તે માટે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને
ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર પછી 3.5લાખ ક્યુસેક છોડવામાં આવી શકે છે જે 8.5લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવે તેવી શક્યતા જણાવી રહ્યાં છે
હાલ નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે પણ નર્મદાના તમામ ડેમો નર્મદા ડેમ સહિત કરજણ ડેમ, ચોપડવાવ ડેમ, કાકડી આંબા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
નર્મદા પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર
આજરોજ સરદાર સરોવર ડેમમાંથી બપોરે 1:00 વાગેથી આશરે 5 લાખ ક્યુસેક થી વધુ
પાણી છોડવામાં આવશે. જેથી ગરુડેશ્વર,તિલકવાડા, નાંદોદ તાલુકાના નદી કિનારાના વિસ્તારના તમામ ગામડાઓને સૂચના આપવામાં આવી છે કે નદીના કાંઠા તરફ જતા રસ્તા ઉપર લોકોને નહિ જવા સૂચના આપવામાં આવી છે તથા આ વિસ્તારમાં જો કોઈ કોઝવે અથવા નાળા ડૂબવાના હોય અથવા ડૂબી જાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીએ જાણ કરવામાં આવે તથા આ મેસેજની પોતાના ગામમાં બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવે તો તે માટે
તમામ સરપંચ તલાટી કમ મંત્રી અને ગામ આગેવાનો ને જણાવવા મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા