અમારે આંગણે રામજી પધાર્યા 🙏
આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. ૫૦૦વર્ષ સુધી રાહ જોયા બાદ આજે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ .
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ શ્રદ્ધાપૂર્વક વિધિવિધાનને અનુરૂપ ૧૧ દિવસના અનુષ્ઠાન રાખી અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં ભગવાન રામજીની પ્રાણપ્રતિષ્ઠા કરી.
આ સમયે સમગ્ર દેશમાં આનંદ-ઉત્સવનો માહોલ રચાયો .
અમારી સોસાયટી આલેખ એપાર્ટમેન્ટ , વસ્ત્રાપુર – અમદાવાદમાં પણ રામ ઉત્સવનું આયોજન થયું.
સોસાયટીના ઉત્સાહી ભાઈઓ સર્વે શ્રી વિનોદભાઈ પંડ્યા , મુકેશભાઈ શાહ , નરેશભાઈ આદેશરા , પ્રદ્યુમનભાઈ , હિતેશ બુચ, હરેશભાઈ , જતિનભાઈ મહેતા તથા સોસાયટીના સભ્યોએ સોસાયટી કેમ્પસમાં તૈયાર કરેલા મંદીરમાં (કોઈનું નામ રહી જતુ હોય તો ક્ષમાયાચના ) ખૂબ આનંદપૂર્વક ભગવાન રામચન્દ્રની સ્થાપના કરી. ભગવાનની આરતીમાં પણ સૌએ ઉત્સાહથી ભાગ લીધો .
આલેખ એપાર્ટમેન્ટના રહીશોએ ઘર આંગણને શ્રી રામચન્દ્રના દવજ અને દીવડા સાથે સુંદર શણગાર્યુ છે. આ પ્રસંગે સર્જાયેલ સમગ્ર માહોલ શ્રીરામ જનમાનસના હૈયામાં પણ પ્રતિષ્ઠિત થયાનો પુરાવો છે.
જય શ્રી રામ 🙏🌺
લેખિકા : ગોપાલી બુચ.