રાજ્યકક્ષાનો એક દિવસય “ગઝલ લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર ” નું આયોજન

રાજપીપલા ખાતેરાજ્યકક્ષાનો એક દિવસય “ગઝલ લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર ” નું આયોજન

જાણીતા કવિશ્રી ગઝલકાર મંગળ રાવળ-“સ્નેહાતુર, રમેશ પટેલ,અને
નૈષધ મકવાણાનો ગઝલ પરિસંવાદ

રાજપીપલા, તા 3

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી એમ. આર.આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે
આયોજિત શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,રાજપીપળા
ખાતે તા 05/01/2026 સોમવાર
11.00 ક્લાકે રાજ્યકક્ષાનો એક દિવસય “ગઝલ લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર ” નું આયોજન કરેલ છે

જેમાં જાણીતા વક્તાઓ કવિ શ્રી મંગળ રાવળ-“સ્નેહાતુર
” ગઝલનું સ્વરૂપ અનેવિકાસ”વિષય ઉપર પ્રવચન આપશે. જયારે 130 પુસ્તકોના લેખક અને જાણીતા કવિશ્રી રમેશ પટેલ “પ્રચલિત છંદ ના બંધારણ અંગેની સમજ”વિષય ઉપરાંત પ્રવચન આપશે. જયારે ત્રીજા વક્તા તરીકે જાણીતા કવિ ગઝલ કારશ્રી નૈષધ મકવાણા ”
પારંપરિક ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, સાતત્ય અને સમન્વય” વિષય ઉપર પ્રવચન આપશે.

આ કાર્યક્રમમાં ખાસ મુખ્ય મહેમાનો
ડૉ. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્યશ્રી, નાંદોદ,શ્રી પી ડી વસાવા, પ્રમુખ, ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ, રાજપીપલા અને પૂર્વ ધારાસભ્યશ્રી અને))ડૉ. મધુકર પાડવી, વાઇસ ચાન્સેસેલર, બિરસામુંડા યુનિવર્સીટી
રાજપીપલા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ICSSR દિલ્હી અને ડૉ. શૈલેન્દ્ર સિંહ માંગરોલા, પ્રિન્સિપાલ, શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલા,અને આયોજક જ્યોતિ જગતાપ, પ્રમુખ, જન કલ્યાણ ટ્રસ્ટ, રાજપીપલા અને સંયોજક તરીકે
દીપક જગતાપ, મન્ત્રી અને ટ્રસ્ટી, જન કલ્યાણ ટ્રસ્ટ, રાજપીપલા
ખાસ ઉપસ્થિત રહેશે

આ પ્રસંગેડૉ. મધુકર પાડવી,, કવિ શ્રી રમેશ પટેલ, કવિ શ્રી મંગળ રાવળ કવિશ્રી નૈષધ મકવાણા નું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરાશે.

બપોરના સેશનમા ઉપસ્થિત શિબિરાર્થીઓને ગઝલ લખવા માટે વિષય, પંક્તિ આપી ગઝલ લખવા અંગેની પ્રેક્ટિસ કરાવશે અને ગઝલ લેખન અંગેની સંચાલક કવિ શ્રી રમેશ પટેલ સમજ આપશે.સાથે શ્રી મંગળરાવળ અને શ્રી નૈષધ મકવાણા સહયોગ કરશે

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા