મુન્દ્રાની એક ખાનગી શાળામાં હિંદુ બાળકોને ઈદના દિવસે નમાઝ પઢવતા વાલીઓએ કર્યો ઉગ્ર વિરોધ
હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવા બાબતે હોબાળો.
મુન્દ્રા અને મહેસાણાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બકરી ઈદની ઉજવણીનો એક વીડિયો વાઈરલ થયો છે. વિડીયોમાં મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ અદા કરાવી હોવાનું સામે આવ્યું છે. જે બાદ હિન્દુ સંગઠનો અને વાલીમંડળમાં રોષ ફાટી નિકળ્યો છે અને ઉગ્ર વિરોધ પણ થયો છે. તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈને વિરોધ થયો છે. જે બાદ સંચાલકો દ્વારા માફી માગવામાં આવી હતી.
સ્કૂલમાં હિંદૂ વિધાર્થીને ટોપી પહેરાવી નમાજ પઢાવી
સ્કૂલમાં હિંદૂ વિધાર્થીઓ પાસે અદા કરાવી નમાજ
હિંદૂ વિધાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવી હોવાનો વીડિયો થયો વાયરલ
૭ જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ
• બકરી ઈદ નિમિતે શાળામાં કરવામાં આવ્યું હતું આયોજન
તાલુકા શિક્ષણાધિકારીને તપાસ માટે અપાયા આદેશ