રાજપીપલા ખાતે જાણીતા કવિશ્રી દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું
પુસ્તક વિમોચનઅને કવિ સંમેલન
કવિ સંમેલનમાં જાણીતા કવિઓ
કવિશ્રી મંગળ રાવળ, રમેશ પટેલ,નૈષધ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર,દીપક જગતાપ ભાગ લેશે
રાજપીપલા, તા3
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,નર્મદા સાહિત્ય સંગમ અને શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા
સંયુક્ત ઉપક્રમે કવિશ્રી દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું
પુસ્તક વિમોચન
અને કવિ સંમેલન
રાજપીપલા ખાતે તા 6/1/26 ને મંગળવારે શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા યોજાનાર છે
આ પ્રસંગે કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ખાસ કવિશ્રી મંગળ રાવળ,
શ્રી રમેશ પટેલ,શ્રી નૈષધ મકવાણા
શ્રી જગદીશ પટેલ,શ્રી કિશોર ટંડેલ
શ્રી મહેશ ધીમર,દીપક જગતાપ તેમજ અતિથિ વિશેષ તરીકેશ્રીમતિ અમીષા બેન પવાર, પ્રિન્સિપાલ,શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે કવિશ્રી દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું પુસ્તક વિમોચન
સમૂહમા મંચસ્થ મહાનુભવો દ્વારા
કરાશે.આ પ્રસંગે સ્વાગત પ્રવચન
શ્રીમતિ જ્યોતિ જગતાપ
પ્રમુખ,જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા કરશે તેમજ
“ઝાકળ ભીના ફૂલ “પુસ્તક વિશે પુસ્તક પરિચય કવિશ્રી રમેશ પટેલ આપશે.
આ પ્રસંગે કવિ સંમેલન માં જાણીતા કવિશ્રી મંગળ રાવળ, શ્રી રમેશ પટેલ,શ્રી નૈષધ મકવાણા
શ્રી જગદીશ પટેલ,શ્રી કિશોર ટંડેલ
શ્રી મહેશ ધીમર,દીપક જગતાપ ભાગ લઈ પોતાના કાવ્યો રજૂ કરશે કવિ સંમેલનનુ સંચાલન કવિશ્રી નૈષધ મકવાણા કરશે
આ પ્રસંગે ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકના કવિશ્રી મંગળ રાવળનું “વાવી ઉજગરો”કાવ્ય ગીતનું પઠન કવિ શ્રી મંગર રાવળ જાતે કરી સમજૂતી આપી વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપશે.
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા