ગુજરાત સમાચાર અને જી.એસ .ટીવી આયોજિત “૩૬ મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટય સ્પર્ધા- ૨૦૨૪ ” યોજાયો.

ગુજરાત સમાચાર અને જી.એસ .ટીવી આયોજિત “૩૬ મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટય સ્પર્ધા- ૨૦૨૪ “


તા. ૧ લી માર્ચ અને ૨ જી માર્ચ ૨૦૨૪ ના ઠાકોર ભાઈ દેસાઈ હોલ, અમદાવાદ ખાતે યોજાયેલ હતી.

આ સ્પર્ધામાં કુલ ૨૬ કોલેજોએ ભાગ લીધો હતો.
જે નાટકો પ્રારંભિક સ્પર્ધામાં રજૂ થયા તેમાંથી ૬ નાટકો ફાઈનલ સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા.

ફાઈનલ સ્પર્ધા ના અંતિમ દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શ્રેણીમાં જેઠાલાલનું પાત્ર ભજવી ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલા લોકપ્રિય અભિનેતા દીલીપ જોષી તથા ગુજરાત સમાચાર ના તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહના પૌત્ર આર્ય શાહ તથા નિર્ણાયકશ્રીઓના હસ્તે વિજેતાઓને પારિતોષિક એનાયત થયા હતા.

શ્રેષ્ઠ નાટક :
પ્રથમ : “કામરૂ” – સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
દ્વિતીય:” ઓપરેશન જિન્દગી ” – જી.એલ.એસ. કોલેજ, અ” વાદ
તૃતીય: એટ ધી રેટ સ્કોરનગર – ફેકલ્ટી ઓફ કોમર્સ, અમદાવાદ

શ્રેષ્ઠ દિગ્દર્શક: કામરૂ – સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ

શ્રેષ્ઠ લેખક: ” એટ ધી રેટ સ્કોરનગર” ના લેખક

શ્રેષ્ઠ અભિનેત્રી:

ક્રમ પાત્ર નાટક

પ્રથમ : કામિની. – કામરૂ
દ્વિતીય: રિપોર્ટર. – ઓપરેશન જિન્દગી
તૃતીય: ઝમકુ – લાપસી

શ્રેષ્ઠ અભિનેતા:
પ્રથમ: લેખક – આવર્તન
( ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ)

દ્વિતીય: લવંગ – કામરૂ ( સેંટ ઝેવિયર્સ કોલેજ અ”વાદ)

તૃતીય: કલિયુગ – બધા ભેગા મળી ને ભસો
( એચ.એ ‌કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : “ચંપા ” – પુરુષ (એચ.કે કોલેજ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા : “મંત્રી “- ફ્રાઈ ફ્રેન્ચી

શ્રી બકુલ ત્રિપાઠી હાસ્ય પારિતોષિક : “રાજા” – ફ્રાઈ ફ્રેન્ચી

કિશોર પાઠક શ્રેષ્ઠ રંગમંચ પારિતોષિક:
” પુરુષ” નાટક ( એચ.કે . આર્ટસ કોલેજ, અમદાવાદ)

શ્રેષ્ઠ સંગીત : “ફ્રાઈ ફ્રેન્ચી ”
( ઉપાસના સ્કુલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ)

શ્રેષ્ઠ પ્રકાશ આયોજન: “ઓપરેશન જિન્દગી”
( જી.એલ.એસ. કોલેજ , અમદાવાદ)

તમામ કેટેગરીમાં ગુજરાત સમાચાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા ઉપરાંત વિવિધ કેટેગરીમાં શ્રી શશીકાંત નાણાવટીની સ્મૃતિ માં , બકુલ ત્રિપાઠી હાસ્ય પારિતોષિક, હેપી ભાવસાર ની સ્મૃતિમાં, જય વિઠલાણી ની સ્મૃતિમાં વિરલ રાચ્છ થીયેટર પીપલ , જામનગર તેમજ વરિષ્ઠ નાટ્યકાર રાજુ બારોટ તરફથી વિવિધ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.

નિર્ણાયક તરીકે સર્વ શ્રી પ્રશાંત બારોટ ( નાટક- ટીવી- ફિલ્મ અભિનેતા) , ભાર્ગવ ત્રિવેદી ( તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના લેખક) તથા પૌરવી જોષી ( અભિનેત્રી અને કોશ્ચયુમ ડીઝાઇનર ) એ સેવાઓ આપી હતી .

આ ૩૬મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટય સ્પર્ધા નું સમગ્ર સ્પર્ધાનું આયોજન ગુજરાત સમાચાર ના તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્પર્ધા સમિતિના લીડર ચિરાગ પારેખ “આનંદ ” અને પત્રકાર તુષાર દવેની રાહબારી હેઠળ થયું હતું.

આ લખનાર નું એ પરમ સૌભાગ્ય રહ્યું છે કે,
આ સ્પર્ધા નું બીજ રોપાયું હતું એવી “ગુજરાત સમાચાર અને આઈએનટી (મુંબઈ) આયોજિત “નાટ્ય દિગ્દર્શક શિબિર ” માં ભાગ લીધો હતો અને સ્પર્ધા શરૂ થઈ ત્યારથી માંડીને ૩૬મી ફાઈનલ સ્પર્ધામાં અચુક હાજર રહી નાટક નિહાળ્યા છે , માણ્યા છે અને મમળાવ્યા છે.
(એ વિશે નો અહેવાલ ફરી ક્યારેક)

આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માં ભાગ લેનાર ૨૬ કોલેજોના સંચાલક શ્રીઓ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂં પાડનાર પ્રાધ્યાપક શ્રીઓ, ૭૫૦ જેટલા કલાકારો , દિગ્દર્શકશ્રી ઓ , લેખકશ્રીઓ, બેક સ્ટેજના કલાકાર- કસબીઓને તથા સહુ વિજેતાઓને ખુબ ખુબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ 🌹🌹

આલેખન: સુરેશ પારઘી
ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *