ખુનનો ગુનો ડીટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ

ખુનનો ગુનો ડીટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ

રાજપીપલા, તાં3

રાજપીપલા-આમલેથા હાઇ-વે ઉપર ઢોલાર ગામ પાસે નાળા નીચે મળી આવેલ અજાણી લાશની
ઓળખ કરી ગણતરીના સમયમાં ખુનનો ગુનો ડીટેક્ટ કરી બે આરોપીઓને
એલ.સી.બી. પોલીસ નર્મદાએ ઝડપી પાડેલ છે.

ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે

પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક,
નર્મદાએ જીલ્લામાં બનતા શરીર સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ ભારે ગુનાઓ
ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે જે.બી.ખાંભલા,
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ આમલેથા પો.સ્ટે. વિસ્તારમાં ઢોલાર ગામના પાટીયાપાસેના નાળા નીચે રોડ ઉપરથી ફેંકી દિધેલ હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ. જેઆમલેથા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુનો
રજીસ્ટર કરવામાં આવેલ. આ બનાવની તપાસ દરમ્યાન આ અજાણ્યા પુરૂષની લાશની ઓળખ કરતા તે
દંતેશ્વર ઉર્ફે દંતુ કિરીટભાઇ જાદવ (ભોઇ) રહે. હાજીખાના બજાર, જગાશેઠના ટેકરા સામે, ભરૂચનાની ટુંક
સમયમાં ઓળખ કરી ઉપરોકત બનાવમાં ટેક્નીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારથી બાતમીહકીકત મેળવતા આ ગુનાના કામે બે આરોપીઓએ આ ખુન કરેલ હોવાનું જણાઇ આવેલ હોય જેથી આ
કામના આરોપીઓની શોધખોળ કરી આરોપી (૧) અશ્વિન રમેશભાઇ બારીયા રહે. પંચમુખી હાઉસીંગફ્લેટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા મુળ રહે. બોરતળાવ તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા (૨) હિતેશ અરવિંદભાઇ બારીયા રહે. સરડીયા તા.સંખેડાજી.છોટાઉદેપુર ને ગુનાના કામે વપરાયેલ આઇ-૨૦ફોરવ્હીલ કાર સાથે હસ્તગત કરીછે. અને પુછપરછ દરમ્યાન મરણ જનારનું ખુન તેઓએ કરેલ હોવાની
હકીકત જણાવતા હોય જેથી બંન્ને આરોપીઓને આમલેથા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સોંપવામાં
આવેલછે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *