ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે કવિસભાનું આયોજન કરવામાં આવ્યું. – રશ્મિન ગાંધી.

ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ તથા શ્રી પટેલ મહિલા કોલેજ ધોરાજી એમ બંનેના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના લબ્ધ પ્રતિષ્ઠિત સર્જક સ્વ. ચુનીલાલ મડિયા કે જે ધોરાજીના પનોતા પુત્ર અને સાહિત્યકાર છે તથા ધોરાજીના સર્જક-રત્ન છે. તેમની સ્મૃતિ નવી પેઢીમાં ચિરંજીવ બની રહે તે માટે “સ્વ. શ્રી ચુનીલાલ મડિયા સાહિત્ય-વર્તુળ”ની સ્થાપના થાય અને કવિઓની સર્જકતા લોકોમાં પ્રકાશિત થાય તે હેતુથી કવિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિસભાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ કવિસભામાં કવિ હરજીવન દાફડા, કવિ જગદીપ નાણાવટી તથા સ્નેહી પરમાર એમ ત્રણેય કવિઓએ પોતાની સ્વરચિત કવિતાઓનો કાવ્યપાઠ કર્યો હતો. આ કવિસભામાં કોલેજના સ્ટાફણ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *