નાતાલ પર્વમાં આદિવાસીઓનું ખ્રિસ્તીઓમાં ધરમાન્તરણનો મુદ્દો ઉછળ્યો

નાતાલ પર્વમાં આદિવાસીઓનું ખ્રિસ્તીઓમાં ધરમાન્તરણનો મુદ્દો ઉછળ્યો

ડેડીયાપાડા માં 212 જેટલા આદિવાસીઓ ધર્માંતરણ કર્યું હોવાનું vhp કબુલ્યું

પ્રમુખેરાષ્ટ્રીય આદિવાસી મંચ ને ટેકો જાહેર કર્યો

આવા કાર્યક્રમો કરનારને જો પરવાનગી આપવામાં આવશે તો અમે સખત આંદોલન કરીશું

જોકે આ અંગે આ વિસ્તારનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

આદિવાસી મૂળ આદિવાસી અને પ્રકૃતી પૂજક છે એટલે આદિવાસી મટી જતો નથી આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી -ચૈતર વસાવા

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી.

આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી

નર્મદા જિલ્લા કલેકટર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જો કોઈએ ધર્મપરિવર્તન કરવું હોય તો એની પ્રોસેસ કરવી પડે

રાજપીપલા, તા 24

નર્મદા જિલ્લા માં નાતાલ પર્વ નર્મદા માં આદિવાસી ઓનું ખ્રિસ્તીઓમાં ધરમાન્તરણનો મુદ્દો ઉછળ્યો છે.

ડેડીયાપાડા માં 212 જેટલા આદિવાસીઓ ધર્માંતરણ કર્યું હોવાનું vhp એ કબુલ્યું હતું અજિત સિંહ રાઠોડ નર્મદા VHP પ્રમુખે આંકડાકીય માહિતી આપી હતી.તેમણેરાષ્ટ્રીય આદિવાસી મંચ ને ટેકો જાહેર કર્યો હતો.અજિત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે
ગુજરાતમાં ધર્માંતરણવિરોધી કાયદો હોવા છતાં આજે ગામે ગામ અહીંના આદિવાસી સમાજના રિવાજો રૂઢી પરંપરા પૂજાતા દેવી-દેવતા ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે VHP દ્વારા સખત વિરોધ કરીએ છીએ તેથી આવા કાર્યક્રમો કરનારને જો પરવાનગી આપવામાં આવશે તો અમે સખત આંદોલન કરીશું

જોકે આ અંગે આ વિસ્તારનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી ડેડીયાપાડા ને ધર્માંતરણ અટકવવા અંગે જે આવેદનપત્ર આપ્યું તેં અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી.1970-80 નાં દાયકામાં ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા અને શિક્ષણ ની જોગવાઈ કરી એનાથી આદિવાસીઓઆકર્ષયઈને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે આદિવાસી મૂળ આદિવાસી અને પ્રકૃતી પૂજક છે એટલે આદિવાસી મટી જતો નથી આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી

જયારે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જો કોઈએ ધર્મપરિવર્તન કરવું હોય તો એની પ્રોસેસ કરવી પડે અને હું જ્યારે એની સહમતી આપું તોજ થઈ શકે નર્મદા જિલ્લા માં ધર્મપરિવર્તન ની આજદિન સુધી મને કોઈ ફરિયાદ મળી નથી એમ જણાવ્યું હતુ

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા