અમદાવાદમાં પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો આક્રોશ

અમદાવાદમાં આવેલા પેલેડિયમ મોલમાં ‘ભગવા સેના’ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

• નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોલ મેનેજમેન્ટ દ્વારા આકર્ષક સજાવટ અને ક્રિસમસ ટ્રી મૂકવામાં આવ્યું હતું.

• ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં ઘૂસીને આ સજાવટનો વિરોધ કર્યો અને મોલ માં રહેલા ક્રિસમસ ટ્રીને હટાવી દીધું હતું.

• કાર્યકરોનો આરોપ હતો કે આવા પ્રતીકો દ્વારા સાંસ્કૃતિક મૂલ્યોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

• મોલમાં થયેલી આ દોડધામને પગલે ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શાંતિ ડહોળવા બદલ પોલીસે ભગવા સેનાના કાર્યકરોની અટકાયત કરી છે.