રવિવારની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 70 હજાર પ્રવાસીઓ નોંધાયા
31 મી સુધીમાં 4થી 5 લાખ પ્રવાસી ઓ ઉમટશે
રાજપીપલા:
ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓને ફરવા માટે હોટફેવરીટ બન્યો છે. જેમાં ખાસ કરી ને વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલ ની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારની રજાઓ માં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. આમ અત્યાર સુધી 3 થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આને આગામી 31 ઓક્ટોબર સુધી 4થી 5 લાખ પ્રવાસીઓ આવે એવી શકયતાને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધાઓ, પીવાના પાણી ની સુવિધાઓ અને સુરક્ષાની સુવિધાઓ SOU તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે રોજ આ 2025 નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બર ની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરશે એટલે sou સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષ ની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અત્યારથીજ અહીં તમામ બુકીંગ ફૂલ થઈ ગયું કેવી તૈયારીઓ અને નવા વર્ષ ની ઉજવણી માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે.રાજકોટના પ્રવાસી નિશા ડાંગરે
જણાવ્યું હતું કે 31મી ડિસેમ્બર ઉજવણી માટે પ્રવાસીઓ હવે SOU પર આવી રહ્યાં છે હું મારાં ફેમિલિ સાથે આવી છે ખૂબ સુંદર જગ્યા છે. તોઉત્તરાખંડથી પધારેલ
પ્રવાસી ઝુનિયત બાનુંએ જણાવ્યું હતું ગુજરાતના ફરવામાટે ઘણી સુંદર જગ્યા છે. 31મી ડિસેમ્બર ની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટીનેશન બની ગયું છે. અહીં ખૂબ સુંદર સુવિધાઓ છે હાલ 31મી સુધી પ્રવાસીઓ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા
…