રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે નક્કી કરાયેલ નવા ભાડા અને મેન્ટેનન્સ ફીની અમલવારી સામે આજે આખા શહેરના કલાકારોએ એકજવાબદાર અવાજે વિરોધ નોંધાવ્યો છે.
આ વાતને લઈ રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ ક્યાડા અને કલાકારના ગૃપ સાથે અખિલ કલાકાર સમુદાય તરફથી મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ત્થા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પુનર્વિચારની માગ ઉઠાવી છે.
આવેદનમાં જણાવ્યું છે કે અગાઉ જે રીતે સામાન્ય ડિપોઝિટ અને ન્યુનતમ મેન્ટેનન્સ ચાર્જ વસૂલાતા હતાં તે મોડેલ કલાકાર માટે સગવડભર્યું હતું. પરંતુ હાલમાં જે ભાડું લાગુ કરવામાં આવ્યું છે તે લગભગ ૧૦૦ ગણું વધુ છે, જે મધ્યમ વર્ગના કલાકાર માટે સંપૂર્ણપણે અસહ્ય છે.
કલાકારોએ જણાવ્યુ કે આ ગેલેરી માત્ર એક સ્થળ નહિ પણ સંસ્કૃતિ અને સર્જનશીલતાનું પવિત્ર મંચ છે. આવા અવસરે તો નફાકારક વિચારધારા સાથે ભાડું નક્કી કરવું અત્યંત નિર્દય અને કલા-વિરોધી છે. કલાકારોની માગ છે કે:
🔹 ભાડા અને મેન્ટેનન્સના નવા ઠરાવ પર પુનર્વિચાર થાય
🔹 દરેક કલાકાર માટે પરવડે એવી સસ્તી, સહનશીલ ભાડા પદ્ધતિ ઘડવામાં આવે
🔹 સ્થાનિક યુવાન કલાકારો તથા બહારગામથી આવતા કલાકાર માટે ટોકન ફી કે નિ:શુલ્ક વ્યવસ્થા રુપાયિત કરવામાં આવે
આ અંતે કલાકારોએ આશા વ્યક્ત કરી છે કે શાસકો આ સંવેદનશીલ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાનું માનવિકતા આધારિત દૃષ્ટિકોણ અપનાવી, રાજકોટની કલાસભ્યતા જાળવી રાખશે.