ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ગતિમાન બન્યું છે. શ્રી પાનશેરીયાએ પોતે તંત્ર, BLO (બૂથ લેવલ ઓફિસર) અને કાર્યકર્તાઓ સાથે સતત સંકલન અને સમીક્ષા કરી ‘ટીમ કામરેજ’ને પ્રેરિત કરી છે.

• ઘર-ઘર ફોર્મ ફિલિંગ: દરેક બૂથ પર BLO દ્વારા મતદાર યાદીના અપડેશન માટે ઘર-ઘર જઈને ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી.
• યુવા અને મહિલા મતદારો પર ફોકસ: યુવા મતદારો અને મહિલા મતદારો માટે ખાસ માર્ગદર્શન સત્રો યોજાયા.
• મોડેલ કામગીરી: કામરેજ વિધાનસભા ચૂંટણી પંચના માપદંડો મુજબ ‘સકારાત્મક મોડેલ’ તરીકે ઉભરી રહી છે.