યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા ) સહિત સમગ્ર ગણપત યુનિવર્સિટી પરિવારે આ અવસરે શ્રી શર્માજીને ખુબ ખુબ ધન્યવાદ પાઠવ્યા.
ગણપત વિદ્યાનગર,
તા. : 29 જુલાઈ, 2024
ધી એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા( એસોચેમ )એ ભારે ગૌરવ સાથે ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માની એસોચેમની એજ્યુકેશન કમિટીની ગુજરાત કાઉન્સિલના ચેરમેન તરીકે માનભેર વરણી કરી છે.
શિક્ષણ ક્ષેત્રના શ્રી મહેન્દ્ર શર્માજીના વિશાળ અનુભવ અને સર્જનાત્મક અભિગમનો હવે એસોચેમને પણ લાભ મળશે જેથી શિક્ષણનીતિના ઉત્તમ ઘડતર માટેના એસોચેમના પ્રયાસોને વેગ મળશે.
ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને અને પેટ્રન – ઈન – ચીફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ( દાદા ), યુનિવર્સિટી બોર્ડ ઓફ ગવર્નર્સ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન ( ટ્રસ્ટ )ના માનનીય ટ્રસ્ટીશ્રીઓ શ્રી પ્રકાશ જાની, શ્રીમતી રીટાબેન પટેલ,
શ્રી બી એસ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી સોમાભાઈ રાયકા, શ્રી ગિરીશભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી કાનજીભાઈ પટેલ સહિત સમગ્ર ગણપત યુનિવર્સિટી પરિવારે આ શુભ અવસરે પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માને હૃદય પૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.
ગણપત યુનિવર્સિટીની આજ સુધીની નોંધપાત્ર સિદ્ધિઓમાં મહત્વનું પ્રદાન કરનારા અને એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડનારા પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્મા માટે આજે સૌ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. પ્રો.ડો. શ્રી મહેન્દ્ર શર્માના સશક્ત નેતૃત્વમાં ગણપત યુનિવર્સિટીએ અનેક ” ઇનોવેટિવ મોડેલ્સ “ની રચના કરી જેથી યુનિવર્સિટી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ માટે નોકરીની ક્ષમતા અને ઉદ્યોગ સાહસિકતાનો નોંધપાત્ર વિકાસ થયો. ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો અને કૌશલ્ય શિક્ષણની રજૂઆત દ્વારા શ્રી શર્માજીએ ઉચ્ચ શિક્ષણમાં જે મહત્વનું પ્રદાન કર્યું છે તેનો માત્ર ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય કક્ષાએ પણ શિક્ષણ ક્ષેત્રે ભારે મોટો પ્રભાવ ઊભો થયો છે.
ગુજરાતની આનર્ત ભૂમિ ઉપર સ્થિત થયેલી ગણપત યુનિવર્સિટી દેશની એક ઝડપથી વિકસી રહેલી સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સીટી છે. “વિદ્યયા સમાજોત્કર્ષ: “ના સૂત્ર સાથે ઉત્કર્ષ પામી રહેલી યુનિવર્સિટી તેના આ ઉદ્દેશને કારણે જ ” સામાજિક જવાબદાર યુનિવર્સિટી – Socially Responsible University “નું બિરુદ પામી શકી છે !
રાષ્ટ્રીય કક્ષાના ” નાક – NAAC ” એક્રેડિટેશનનો “એ” ગ્રેડ, ગુજરાત સરકાર દ્વારા એનાયત થયેલું
” ફાઈવ સ્ટાર ” રેટિંગ “, કેન્દ્રના શિક્ષણ ખાતાની સંસ્થા IIC – 5.0 દ્વારા અપાયેલું ઉચ્ચ કક્ષાનું
” ફોર સ્ટાર ” રેટિંગ, ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા યુનિવર્સિટીના મેરી ટાઈમ ઇન્સ્ટિટયૂટને પ્રાપ્ત થયેલું
” એ-વન ” ગ્રેડિંગ, હાઈ ડીલેવરી એન્ડ હાય ઓર્ગેનાઇઝેશનલ કેપેસિટી માટે ” કેર – CARE ” દ્વારા મળેલું ” 2A ” રેટિંગ અને ગુજરાત સરકાર દ્વારા અપાયેલો ” એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પ્લેસમેન્ટ ” જેવાં અનેક માન-અકરામ પણ ગણપત યુનિવર્સિટીને પ્રો.ડો.શ્રી મહેન્દ્ર શર્માના નેતૃત્વમાં જ હાંસલ થયા છે !
એસોચેમ દ્વારા અર્પણ થયેલા આ માન અને ગૌરવ ભર્યા સન્માન માટે પોતાનો પ્રતિભાવ પાઠવતા પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માએ કહ્યું હતું કે એસોચેમ દ્વારા થયેલી મારી આ નિમણૂક એક પ્રકારે ગણપત યુનિવર્સિટીએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની રાષ્ટ્રીય સ્તરે થયેલી મૂલ્યવાન કદર જ છે ! મારામાં આવો વિશ્વાસ મૂકી મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેના માટે હું એસોચેમનો હૃદયપૂર્વક આભારી છું.
**************************************