4 મહિનાની બાળકીને ફાડી ખાનાર પેટ ડોગ ‘રોકી’નું મોત

4 મહિનાની બાળકીને ફાડી ખાનાર પેટ ડોગ ‘રોકી’નું મોત

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ચાર મહિનાની બાળકી પર અચાનક હુમલો કરી દેનાર રોકી નામના પેટ ડોગનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળકી ઉપર હુમલાની ઘટના બાદ AMCના પીએનસીડી વિભાગ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હતું. તેની તબિયત ખરાબ થતા તેને થલતેજ ખાતે વેટરિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં મોડી રાત્રે તેનું મૃત્યુ થયું છે.