350 વર્ષ જૂની લોકગાથા જીવંત! નવાપુરા બહુચરાજી મંદિરમાં રસ-રોટલીની ‘દિવ્ય નાત’ની યાદમાં ભવ્ય અન્નકૂટ

નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની યાદમાં નવાપુરા ની બહુચરાજી માતા ના મંદિર ખાતે વિશેષ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો.

સ્થાનિક માન્યતા મુજબ, આજથી લગભગ ૩૫૦ વર્ષ પહેલા, બહુચર માં તેમના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ના સ્વરૂપે ભૈરવ શ્રી નરસિંહ વીર દાદા એ સ્વરૂપમાં આવી ભર શિયાળાની ઋતુમાં રસ–રોટલીની નાત જમાડી હતી. આ દિવ્ય પ્રસંગની સ્મૃતિ રૂપે દર વર્ષે મંદિરમાં ખાસ અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.

આજે પણ ભક્તોમાં અતિભક્તિ અને ભાવના સાથે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓને કેરીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો. મંદિરમાં દિવસભર પુજા–અર્ચના, માટીની દીવડીઓની રોશની અને ભક્તિભાવના સાથે ભક્તોનો સતત આવનજાવનનો માહોલ જોવા મળ્યો.

આ આસ્થા અને પરંપરાને જીવંત રાખતું અન્નકૂટ મહોત્સવ નવાપુરા વિસ્તારમાં ભક્તોની વિશેષ આકર્ષણનો કેન્દ્ર બન્યો છે.