અણુવ્રત વિશ્વભારતી સોસાયટી દ્વારા યોજાયેલા લેખક સંમેલનમાં અમદાવાદના લેખક અને સંપાદક સ્વપ્નીલ આચાર્યનું સાલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું .

અણુવ્રત વિશ્વભારતી સોસાયટી દ્વારા યોજાયેલા 2025 લેખક સંમેલનમાં અમદાવાદના લેખક અને સંપાદક સ્વપ્નીલ આચાર્યનું સાલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું જેનું આયોજન
ગાંધીનગરમાં આવેલ પ્રેક્ષા વિશ્વા ભારતી ખાતે આચાર્ય મહાશ્રમણના સાંનિધ્યમાં ત્રિદિવસીય તારીખ 5 થી 7 ઓક્ટોબર 2025 ના રોજ કરવામાં આવેલ હતું.
અણુવ્રત લેખક સંમેલનમાં સાહિત્ય, સંયમ ઉપરાંત સંસ્કારનો સંગમ.


આચાર્ય મહાશ્રમણે સંદેશમાં જણાવ્યું હતું કે, લેખક માત્ર શબ્દોના સર્જક નથી, પરંતુ સમાજના વિચારના દિશાસૂચક છે. કલમમાં અહિંસા, સત્ય અને સંયમ શક્તિ હોવી જોઇએ.લેખન પણ જ્ઞાનાવરણીય ક્ષયોપશમનું સાધન છે.
કાવ્ય સંમેલનમાં 10 રાજ્યો, 31 શહેરો માંથી 80 લોકો આવ્યા હતા . જેમાં 23 ડોક્ટરેટ PHD થયેલ, લેખક ,કવિ ,સાહિત્યકાર,આકાશવાણી માંથી,રિટાયર્ડ આઇપીએસ ઓફિસર, એન્જિનિયર, અર્થશાસ્ત્રી , પત્રકાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઝર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્ક્રિપ્ટ રાઇટર જેવા પ્રખ્યાત લોકો આ લેખક સંમેલનના સહભાગી થયા હતા. જેમાં ડૉ. શ્રીમતી કૃષ્ણા કુમારી, ડૉ. ગોકુલ, સપના જૈન શાહ, લતા અગ્રવાલ, ગૌતમ કે. ગુટ્સ (જૈન), ડૉ. સ્વાતિ ભણસાલી, ડૉ. રેણુકા શ્રીવાસ્તવ, રિચા અગ્રવાલ, આશા પરાશર, ચાંદની, પૂનમ ગુજરાની, અશફાક અહેમદ અને આનંદ ત્રિપાઠીએ ભાગ લીધો હતો.તેમણે પોતપોતાની રચનાઓની શાનદાર રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.

અતિથિ વિશેષ તરીકે આવેલ પદ્મશ્રી કુમારપાળ દેસાઇએ જણાવ્યું કે અણુવ્રત આંદોલન માનવતાના અંતઃસ્થ અવાજનું પ્રતિબિંબ છે. લેખન એ આધ્યાત્મિક સાધના છે.
દ્વિતીય દિવસે આવેલ અતિથિ વિશેષ બિહાર કેડરના એ.ડી.જી.અમિત લોઢાએ અણુવ્રત આંદોલનને નશા, હિંસા અને અણુશાસનથી મુક્ત થવાની પ્રેરણા આપતું ગણાવ્યું હતું.
આ પ્રસંગે વર્ષ ૨૦૨૫નો અણુવ્રત લેખક પુરસ્કાર પદ્મશ્રી રઘુવીરસિંહ ચૌધરીને આચાર્યશ્રીના હસ્તે અર્પણ કરાયો હતો.
સન્માન પ્રસંગે પ્રશસ્તિપત્ર અનુ વ્રત વિશ્વ ભારતી સોસાયટીના સિક્રેટરી શ્રીમતી કુસુમ લુનિયા દ્વારા વાંચવામાં આવ્યું.
ત્રિદિવસીય સંમેલનના સંયોજક શ્રી જિનેન્દ્ર કોઠારી, શ્રી સંતોષ સુરાણા, શ્રી અવિનાશ નાહર, મહાસચિવ શ્રી મનોજભાઇ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્ય, નૈતિકતા અને અધ્યાત્મિક્તાના સંગમરૂપ
આ સંમેલન અણુવ્રત આંદોલનની આત્માની જીવંત અભિવ્યક્તિ સાબિત થયું હતું.