નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
108માં ચોરખાનું બનાવી અમદાવાદ લઈ જવાતો હતો દારૂ
રાજસ્થાન રાજ્યના કરોલી ખાતેથી અમદાવાદ ખાતે વિદેશી દારૂ લઈ જવાતો હતો
દિવાળીમાં અમદાવાદમાં દારૂ વેચવાનો કિંમયો
બુટલેગરો નવાનવા વિદેશી દારૂ સંતાડવાના કિમયા
મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
રાજપીપલા, તા 12
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે. સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,, દારૂની હેરાફેરી માટે આરોપીએ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કીમિયો હતો.
સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ 13,53,800 રૂપિયા હતો. પોલીસે પ્રોહીબિશનના આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે.
બુટલેગરો તહેવારો દરમિયાન દારૂ સપ્લાય કરવા માટે નવા નવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે સાગબારા પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે.
મળતી માહિતી અનુસાર,, દારૂની હેરાફેરી માટે આરોપીએ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કીમિયો હતો.
રિપોર્ટ:દીપક જગતાપ, રાજપીપલા