‘રાહુલ ગાંધીને ટ્યુશન લેવાની જરૂર છે’
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટના હલવા સેરેમનીનું પોસ્ટર બતાવ્યું હતું. આ અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું, ‘વિપક્ષના નેતા હોવાના નાતે સૌ પ્રથમ રાહુલ ગાંધીજીએ ગૃહની ગરીમામાં નિવેદન કેવી રીતે આપવું તે અંગે ટ્યુશન લેવાની જરૂર છે. ચૂંટણી રેલીમાં અને સંસદમાં ભાષણ આપવામાં ફરક