ઉ.ગુજરાત પાણી પાણી, 2 કલાકમાં પાંચ ઇંચ, ST ડૂબી

ઉ.ગુજરાત પાણી પાણી, 2 કલાકમાં પાંચ ઇંચ, ST ડૂબી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. હિંમતનગરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સ્થિતિ બગડી છે.

જળબંબાકારની સ્થિતિ વચ્ચે હમીરગઢ ગામ પાસે આવેલા અંડરબ્રિજમાં આખી ST બસ ડૂબી છે. પ્રાંતિજમાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસનગર, મહેસાણા, થરાદ, નડિયાદ સહિતના તમામ વિસ્તારો ભારે વરસાદથી પાણી પાણી થયા છે.