રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો
શેરી ગરબા હરીફાઈ માં આઠ જેટલી શેરીઓએ ભાગ લીધો
દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા
વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા
રાજપીપલા, તા 24
રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ નું સુંદર આયોજન હાથ ધરાયું હતું.જેમાં લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આઠ જેટલી શેરીઓએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી.જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપલા, બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપલા, અને ત્રીજા ક્રમે બે શેરીઓ રજપૂત ફળિયું રાજપીપલા અને બ્રહ્મા કુમારી સ્ટેશન રોડ રાજપીપલા વિજેતા થતા વિજેતાઓને ટ્રોફી, પ્રમાણ પત્ર, રોકડઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.ભાગ લેનાર તમામ બહેનો લ્હાણી તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા.
નવરાત્રી એટલે માં શક્તિ ના આરાધનાના પર્વ નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરે છે. હાલના સમયમાં ડી.જે.ના ઘોંઘાટિયા અવાજ વચ્ચે અસલ બે તાલી–ત્રણ તાલીના પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં માંની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા “નવરાત્રી શેરી ગરબા મહોત્સવ–2025” નું આયોજન કરવામાં આવ્યું. આ શેરી ગરબા મહોત્સવ ગિરિરાજ ઇન્ટર નેશનલ શાળા કેમ્પસ, વડિયા, રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો. પરંપરાગત તાલ–લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્યકલા અને સ્નેહસભર માહોલે સમગ્ર પરિસરને ભક્તિમય બનાવ્યો હતો.આ પ્રસંગે સમારંભન મુખ્ય મહેમાન તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય, નાંદોદ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નગર પાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠા બેન પટેલ, કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ નગર પાલિકા કુલદીપસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ પરમાર, ચેતનભાઈ લૂખી, ટ્રસ્ટી ચંદ્રેશ ભાઈ ધંધુકિયા,, નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. જેમણે રાજપીપલા માં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવામાટે શેરી ગરબા મહોત્સવ ના સુંદર આયોજન માટે જન કલ્યાણ સેવા ટ્રસ્ટને ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ અને પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાએ અભિનંદન પાઠવ્યા હતા.
મહેમાનોએ મંચ પરથી જણાવ્યું હતું કે અસલ તો માની આરાધના માટે જે માથે ગરબી અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એનેજ ગરબા કહેવાય. જેમાં એક જ્ણ મુક્ત કંઠે ગાય અને બાકીના ઝીલે એ અસલી ગરબો જે માટે આજે રાજપીપલાની વિવિધ શેરીની મહિલાઓ દ્વારા 8 જેટલી ટીમે ઉત્સાહ ભેર ભાગ લઈ અસલ પ્રાચીન શેરી ગરબા ગાયા હતા. જેની ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં વિજેતાઓ ઇનામો પણ અપાયા હતા. આ શેરી ગરબા જોવા મોટી સંખ્યા માં રસીકો ઉમટ્યા હતા.અને આજની પેઢીને પ્રાચીન ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક તરીકે શ્રીમતિ દક્ષા બેન પટેલ,મનહર બેન ગોહિલ, અને રશ્મિ કાંત પંડ્યા એ સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાની પ્રવૃત્તિનો પરિચય આપ્યો હતો. મંત્રી દીપક જગતાપ અને ટ્રસ્ટી ઋજુતા જગતાપે મહેમાનોનું તુલસી પોટ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભરત ભાઈ પરમાર અને ચેતન પટેલે કર્યું હતું.
તસ્વીર:દીપક જગતાપ, રાજપીપલા