અભિનેત્રી જાનકી બોડીવાલા બીબાની મુલાકાતે

અમદાવાદ
સંજીવ રાજપૂત

અભિનેત્રી જાનકી બોડીવાલા બીબાની મુલાકાતે

BIBAએ નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે અભિનેત્રી જાનકી બોડીવાલા સાથે તેના ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કર્યું

ભારતની જાણીતી અને અગ્રણી સ્વદેશી ફેશન બ્રાન્ડ, બીબા એ અમદાવાદ ખાતે તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે તેના નવા ફેસ્ટિવ કલેક્શનના ભવ્ય લોન્ચની ઉજવણી કરી હતી. જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ હાજરી આપી હતી.

તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે બીબાનું નવું ફેસ્ટિવ અને વેડિંગ એડિટ તેના “ડિઝાઇન દ્વારા અલગ” હોવાનું સાબિત કરે છે. તહેવારોના વસ્ત્રોથી લઈને ગ્લેમરસ લગ્નના કપડાં સુધી, આ શ્રેણી દરેક પ્રસંગ માટે તમામ વિવિધ પસંદગી અહીં જોવા મળશે. આ પ્રસંગેબીબા ફેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ બિન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા અને જાનકી બોડીવાલા ને આવકાર્યા હતા.