ભારતીય હવામાન વિભાગે મોચા ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ આગાહી કરી છે કે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ આગામી દિવસોમાં સક્રિય વાવાઝોડું તીવ્ર બને તેવી શક્યતા છે. તેની અસરને કારણે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 8થી 12 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા પણ તેનાથી પ્રભાવિત થશે. તેની અસર દિલ્હી અને મુંબઈમાં પણ જોવા મળશે.
ઝડપથી નજીક આવી રહ્યું છે ચક્રવાત ‘મોચા’, જારી કરાયું એલર્ટ.
