અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી 351 મીટર લાંબી સાડી,પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસીઓ માટે અનોખું પ્રદર્શન યોજાયું
રાજપીપલા, તાં 11
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન ખાતે એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઈનડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, બ્રેઈનડેડ થવાના બનાવોમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે. કારણ કે બ્રેન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત ૨૫ અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે નવ લોકોને જીવનદાન આપી શકે છે એમ જણાવી વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે સૌપ્રથમવાર અંગદાન માટે જાગૃત્તિનો નર્સિંગ એસોસિએશને પહેલ કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા