મહાભારતના કૃષ્ણ અને પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ .નીતીશ ભારદ્વાજરાજપીપલાની મુલાકાતે
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારિણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું
હું પણ 30 વર્ષ થી પાર્ટી નો કાર્યકર છું અને આવા નાના ગામમાં આવું પ્રદર્શન અને કાર્યકરો ને જોઈ ને આનંદિત થયો છું ,
રાજપીપલા, તા11
મહાભારતના કૃષ્ણ અને
પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ .નીતીશ ભારદ્વાજજે આજે રાજપીપલાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારિણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. અને ભાજપા ના કાર્યકર્તાઓને મળી ને પોતાના ભાજપા સાથેના 30 વર્ષના સંભારણાં વાગોળ્યા હતા
ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પણ વિશેષ કાર્યકારિણી પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ પ્રદર્શન માં જિલ્લામાં કામ કરી ચૂકેલા અને કામ કરતા કાર્યકરો ના કામો નું ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ પ્રદર્શનની મુલાકાતે આજે પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ .નીતીશ ભારદ્વાજ આવ્યા હતા.
ડૉ .નીતીશ ભારદ્વાજે જણાવ્યું હતું જે મને પાર્ટીમાં જોડાયા ને 30 વર્ષ થયા અમારો પરિવાર સોસીયલીસ પાર્ટી સાથેજ્યોર્જ ફર્નાન્ડીઝ ના સમયથી જોડાયેલો હતો. ત્યાંથી પહેલા જનતા પાર્ટીમાં ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 1995 માં ઓફિસિયલ ભાજપમાં જોડાયો. આ મેં માસમાં આ પાર્ટીમાં જોડાઈને મને ૩૦ વર્ષ પૂરા થશે. પાર્ટી અને કાર્યકર્તાઓએ જે મને પ્રેમ આપ્યો છે એને હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી.પાર્ટીના માધ્યમથીમે ભારત દર્શન કર્યું છે ભારતને જોયુંછે.
જોકે ગુજરાતે મને ક્યારેય બોલાવ્યો નથી.મને મધ્ય પ્રદેશે બોલાવ્યો અને મહારાષ્ટ્ર, યુપી બિહાર,પંજાબ,,જમ્મુ,, કાશ્મીર ઝારખંડે પણ બોલાવ્યો. એકાદ બે ચૂંટણી સિવાય મારે ગુજરાતમાં આવવાનું થયું નથી.
અહીંયા મેં પાર્ટીના કાર્યકર્તાઓનો પ્રેમ જોઈને મને એવું લાગે છે કે હવે ગુજરાત આવવું પડશે.ભાજપની કાર્યકાળની પ્રદર્શન જોઈને ખુશ થતાં જણાવ્યું કે એમાંથી ભાજપના કાર્યકર્તાઓને ઘણું શીખવા મળે છે
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને શહેર પ્રમુખ અજિત પરીખે ઉપસ્થિત રહી આ સમગ્ર પ્રદર્શન બતાવ્યું હતું અને કાર્યકરો સાથે પરિચય પણ કરાવ્યો હતો.મોટી સંખ્યામાં જીલ્લાભર ના કાર્યકરો એ ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા .
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા