બોરીદ્રાનાં આરોપીને ૩ (ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦/નો દંડ
રાજપીપળા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટનો ચુકાદો
રાજપીપલા, તા 8
નાંદોદ નાં બોરીદ્રાનાં આરોપી પતિને પત્ની ને શારીરિક અને માનસીક ત્રાસ ગુજારવાનાં ગુનામાં ૩ (ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦/નો દંડનો હુકમ રાજપીપળા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો છે
કેસની વિગત અનુસાર
મુળ ફરીયાદીએ આરોપી પતિ હિંમતભાઈ જયંતીભાઈ વસાવા રહે.બોરીદ્રા, તા.નાંદોદ, જી.નર્મદાવિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૨૩,૫૦૪,૫૦૬ ૧૧૪ મુજબ ફરીયાદ દાખલ થઈ હતી. ફરિયાદની વિગત અનુસાર
આરોપીએ ફરીયાદણ બાઈને શારીરીક તથા માનસિક ત્રાસ આપી મારઝુડ કરી મારી નાંખવાની ઘમકી આપી ગમેતેમ ગાળો બોલી ગુન્હો કરેલ. તેમજ આરોપીએ પોતાની પત્ની તેમજ પત્ની થકી ચાર
સંતાનો હોવા છતાં અન્ય એક સ્ત્રી બાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે કરેલ. જે ગુન્હા લગત ફરીયાદ
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો.જેની તપાસના અંતે ન કોર્ટમાં ચાર્જશીટ કરેલ . જે ક્રિમીનલ કેસ રાજપીપળા ચીફ જયુડીશીયલ
મેજીસ્ટ્રેટ જે.કે.ખાંટની કોર્ટમાં રૂબરૂ ચાલી જતાં મુળ ફરીયાદી, સાહેદો, ત.ક.અ.ઓએ આપેલ જુબાની
તથા રેકર્ડ પર રજુ થયેલ પુરાવા તેમજ એ.પી.પી. એસ.જી.રાવની દલીલ ફરીયાદ પક્ષે ગ્રાહય
રાખી રાજપીપળા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.કે.ખાંટે આરોપીને ગુન્હામાં તકસીરવાન
ઠરાવી ઈ.પી.કો.કલમ ૪૯૮ (ક), ૩૨૩મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને ઈ.પી.કલમ ૪૯૮ (ક)
ના ગુન્હા બદલ ૩ (ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦/–– નો દંડ અને દંડ ન ભરે તો આરોપીને
વધુ ૬ (છ) માસની સખ્ત કેદની સજા કરવાનો હુકમ કરવામામં આવેલ. આરોપીને સદર ગુન્હામાં તકસીરવાન
ઠરાવી ઈ.પી.કો.કલમ ૩૨૩ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને ઈ.પી.કલમ ૩૨૩ ના ગુન્હા બદલ
૬ (છ) માસની સખ્ત કેદની સજા તથા રૂા.૧૦૦૦/–– નો દંડ અને દંડ ન ભરે તો આરોપીને વધુ ૧ (એક) માસની
સખ્ત કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા