ભારત, મે, 2023: થોડાં જ દિવસોમાં મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે આપણા જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી માતાઓ પ્રત્યે આપણો પ્રેમ અને પ્રશંસા દર્શાવવા માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપતી વસ્તુ ગિફ્ટ કરવાથી વધુ સારી રીત કઇ હોઇ શકે? આ વર્ષે બદામ ગિફ્ટ કરવાનો વિચારો કરો કે જે સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે ઘણાં આરોગ્ય લાભોથી પણ ભરપૂર છે.
બદામ ખૂબજ ગુણકારી છે અને તે ઘણાં સ્વાસ્થ્ય લાભોને જોતાં સદીઓથી ભારતીય પરંપરાનો હિસ્સો રહ્યું છે. તે પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામીન ઇ અને મેગ્નેશિયમ સહિતના જરૂરી પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત છે. આ પોષક તત્વો બદામને એક સંતુલિત આહાર અને માતાઓ માટે એક આદર્શ આહારનો વિકલ્પ બનાવે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે.
મધર્સ ડે ઉપર ગિફ્ટ માટે બદામ આદર્શ હોવાના ઘણાં કારણો છે, જેમાં હ્રદયની તંદુરસ્તીને સપોર્ટ કરવાની તેની ક્ષમતા મહત્વપૂર્ણ છે. અભ્યાસથી જણાયું છે કે બદામ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જેને સામાન્ય રીતે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તે હ્રદયની બિમારીઓ માટે જોખમકારક હોય છે. તે ઉપરાંત બદામ ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે તેમજ ડાયાબિટીસ અને વેઇટ મેનેજમેન્ટના પણ લાભો આપે છે.
હંમેશા વ્યસ્ત રહેતી માતાઓ માટે તે એક સુવિધાજનક અને સંતોષ પ્રદાન કરતા નાસ્તાનો વિકલ્પ છે. તેને રાખવામાં સરળતા રહે છે તથા કોઇપણ તૈયારીની જરૂર હોતી નથી તેમજ વિવિધ વાનગીઓમાં પણ બદામને સામેલ કરી શકાય છે. તેને સલાડ ઉપર સ્પ્રિંકલ કરી શકાય, મલાઇદાન આલ્મન્ડ બટરમાં મિશ્રિત કરી શકાય અથવા બેકિંગમાં ઉપયોગમાં લઇ શકાય છે. બદામને કોઇપણ આહાર અથવા નાસ્તામાં એક સ્વાદિષ્ટ અને પોષ્ટિક સ્વાદ સાથે સામેલ કરી શકાય છે. આ ઉપરાંત બદામ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનનો મોટો પ્રાકૃતિક સ્રોત છે, જે એવી માતાઓ માટે સ્વસ્થ વિકલ્પ બને છે, જેઓ પ્લાન્ટ-બેઝ્ડ અથવા શાકાહારી આહારને અનુસરે છે.
બદામના પોષણ સંબંધી લાભો ઉપરાંત બદામ વિવિધ રચનાત્મક રીતે પણ ઉપયોગમાં લઇ શકાય છે, જેમ કે સુંદર રીતે ડિઝાઇન કરેલા ગિફ્ટ બોક્સમાં અથવા બદામ આધારિત વાનગીઓ દર્શાવતી એક પર્સનલાઇઝ્ડ રેસિપિ બુક. બદામ ગિફ્ટ તરીકે આપવું સામેની વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની તમારી કાળજી દર્શાવવાની સાથે-સાથે મધર્સ ડેની ગિફ્ટમાં વિશિષ્ટ સ્પર્શ પણ જોડે છે.
ન્યુટ્રિશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા કૃષ્ણાસ્વામીએ કહ્યું હતું કે, જે માતાઓ પોતાના પરિવારની દેખભાળને પ્રાથમિકતા આપે છે, તેઓ સામાન્ય રીતે પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. આથી જ બદામ જેવાં સરળ અને પોષ્ટિક ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવા જરૂરી છે. અભ્યાસથી જણાયું છે કે નિયમિતરૂપે બદામનું સેવન હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે તથા સ્વસ્થ આહારની સામે તેને સામેલ કરતાં એચડીએલ કોલેસ્ટ્રોલના યોગ્ય સ્તરને જાળવી રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત ટાઇપ-2 ડાયાબિટિસ ધરાવતા વ્યક્તિઓ માટે બદમ હ્રદયને નુકશાન કરતાં ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરે છે. તેના પોષક લાભો ઉપરાંત તૃપ્ત રહેવા માટે માતાઓને દરરોજ એક મુઠ્ઠી જેટલી બદામ (30 ગ્રામ/23 બદામ) ખાવાની સલાહ અપાય છે. યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધન મૂજબ દરરોજ સવારે બદામ ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જે હાઇ-ફેટ ફૂડ્સ ખાવાની ઇચ્છાને ઘટાડે છે.
પ્રસિદ્ધ ભારતીય ટેલીવિઝન અને ફિલ્મ અભિનેત્રી નિશા ગણેશે કહ્યું હતું કે, માતા હોવા તરીકે સતત ધ્યાન અને કાળજી રાખવી જરૂરી રહે છે, જે સારા આરોગ્ય અને ફિટનેસ જાળવી રાખવાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. મારા નાનપણમાં મારી માતાએ હંમેશા સુનિશ્ચિત કર્યું હતું કે હું દરરોજ સવારે પલાળેલી બદામનું સેવન કરું. એક માતા તરીકે મેં પણ આ આદતને અપનાવી છે કારણકે બદામ પ્રોટીન અને સારી ફેટનો ઉત્કૃષ્ટ સ્રોત છે, જે મને અને મારા બાળકના સ્ટેમિના જાળવી રાખવામાં સહાય કરે છે.
જાણીતી દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રણિતા સુભાષે કહ્યું હતું કે, મારા સ્કૂલના અભ્યાસ અને કારકિર્દી બંન્ને દરમિયાન મારી માતા હંમેશા મારી સપોર્ટ સિસ્ટમ રહી છે, જેમણે મને દરેક પગલે મૂશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરી છે. તેમના નિઃસ્વાર્થ સહયોગથી આજે મારી વિશિષ્ટ ઓળખ સ્થાપી શકી છું. તેમના બાળક તરીકે આજે પણ મારી જવાબદારી છે કે હું તેમની સુખાકારીને પ્રાથમિકતા આપું અને સુનિશ્ચિત કરું કે તેઓ એક સ્વસ્થ અને સુખરૂપ જીવન વિતાવે. પોતાના દૈનિક આહારમાં મુઠ્ઠીભર બદામને સામેલ કરવાના આ લક્ષ્યને પ્રાપ્ત કરવું આવશ્યક છે. બદામને કાચી, શેકેલી અથવા સોલ્ટેડ ખાઇ શકાય છે. તે પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, વિટામીન ઇ અને બીજા મહત્વપૂર્ણ પોષક તત્વોનો સ્રોત છે. તેના નાસ્તા અથવા આહારમાં પણ સરળતાથી સામેલ કરી શકાય છે.
મધર્સ ડે ઉપર માતાઓને કેટલીક સ્કિનકેર ટિપ્સ આપતાં કોસ્મેટોલોજીસ્ટ અને સ્કિન એક્સપર્ટ ડો. ગિતિકા મિત્તલ ગુપ્તાએ કહ્યું હતું કે, સ્કિનકેર સાથે નિરંતરતા મહત્વપૂર્ણ છે. આપણા વ્યસ્ત જીવનમાં ઘણી માતાઓ અથવા કામ કરતી માતાઓને ભાગ્યે જ તેમની ત્વચાની યોગ્ય કાળજી લેવાનો સમય મળે છે. અહીં સમજવું જરૂરી છે કે સ્વસ્થ દેખાતી ત્વચા માટે વિટામીન અને ખનિજોતી ભરપૂર પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. એટલે કે બદામ જેવા નટ્સનું સેવન કરવાથી ત્વચાના આરોગ્યને લાભ મળી રહે છે. એક અભ્યાસ મૂજબ બદામમાં હેલ્થી ફેટ અને વિટામીન ઇ (આલ્ફા-ટોકોફેરોલ) હોયય છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે, કરચલીઓને ઘટાડે છે તથા પોસ્ટમેનોપોઝ મહિલાઓમાં ત્વચામાં સુધારો કરે છે. જર્નલ ઓફ કોસ્મેટિક ડર્મેટોલોજીમાં પ્રકાશિત અભ્યાસ મૂજબ બદામનું સેવન યુવીબી પ્રકાશ માટે ત્વચાના પ્રતિરોધને સમર્થન કરવામાં મદદ કરે છે. આથી હું દરરોજ આહારમાં મુઠ્ઠીભર બદામ સામેલ કરવાની સલાહ આપીશ.
જાણીતા ભારતીય શેફ સારાંશ ગોલિયાએ કહ્યું હતું કે, આપણા જીવનમાં માતા સુપરહિરો છે, જે થાક્યાં વગર એકસાથે ઘણી જવાબદારીઓ નિભાવે છે. આ મધર્સ ડે ઉપર ચાલો મહિલાઓ માટે સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર બદામી નાનખટાઇ બનાવીને તેમના પ્રત્યે આદાર અને સન્માન વ્યક્ત કરીએ.
બદામી નાનખટાઇ
સામગ્રીઓ
- આલ્મન્ડ ફ્લોર – 150 ગ્રામ
- ઘઉંનો લોટ – 30 ગ્રામ
- ઇસબગુલ – 10 ગ્રામ
- ઘી – 50 ગ્રામ
- ફ્રેશ ક્રીમ – 12 ગ્રામ
- સ્ટીવિયા પાઉડર – 4 ગ્રામ
- બેકિંગ પાઉડર – 1 ચમચી
- 20 ગ્રામ સમારેલી કેનબેરી
- પાણી – અડધી ચમચી
- એરીથ્રોટલ – 20 ગ્રામ
પદ્ધતિ
- ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરો
- એક બાઉલમાં ઘી, એરીથ્રોટલ અને સ્ટેવિયા પાઉડરને મિશ્રિત કરવાનું શરૂ કરો. તેને બરાબર રીતે મિશ્રિત કરો
- બીજા એક બાઉલમાં આલ્મન્ડ ફ્લોર, ઘઉંના લોટ, ઇસબગુલ, બેકિંગ પાઉડર, કેનબેરીને મિશ્રિત કરો
- લોટને વ્યવસ્થિત તૈયાર કરવા થોડું પાણી ઉમેરી શકાય
- લોટને 20 મીનીટ માટે મૂકી રાખો
- ત્યારબાદ તેને નાનખટાઇનો આકાર આપો
- તેને બેકિંગ ટ્રેમાં મૂકો અને આશરે 15 મીનીટ સુધી બંન્ને બાજૂઓને ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરો
ન્યુટ્રિઅન્ટ વિશ્લેષણઃ
કેલરી | 1552 | પ્રોટીન | 31.2 g |
કુલ ફેટ | 141.1 g | સેચ્યુરેટેડ | 38.2 g |
મોનોસેચ્યુરેટેડ | 58.3 g | પોલીઅનસેચ્યુરેટેડ | 22.1 g |
કાર્બોહાઇડ્રેટ્સ | 41.8 g | ફાઇબર | 24 g |
કોલેસ્ટ્રોલ | 159.1mg | સોડિયમ | 1372 mg |
કેલ્શિયમ | 365.2 mg | મેગ્નેશિયમ | 516.6 mg |
પોટેશિયમ | 1169.2 mg | વિટામીન ઇ | 37.58 mg |
આ મધર્સ ડે ઉપર બદામ ગિફ્ટ કરીને તમારી માતા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરો