ઇન્ડિયાના જાણિતા UPSC એજ્યુકેટર શ્રી અવધ ઓઝા અનએકેડેમીમાં લનર્સને શિક્ષણ આપશે

– શ્રી અવધ ઓઝા યુપીએસસી પરીક્ષાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે અનએકેડેમીમાં જોડાયા અને યુપીએસસી પરીક્ષાના અભ્યાસક્રમો અનએકેડેમીમાં ભણાવશે

– શ્રી અવધ ઓઝા યુપીએસસી એક્ઝામ માટે સૌથી શ્રેષ્ઠ એજ્યુકેટરમાંના એક છે

ઈન્ડિયાના સૌથી મોટા લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડેમીએ આજે જાહેરાત કરી છે કે ટોપના UPSC એજ્યુકેટરમાંના એક શ્રી અવધ ઓઝા UPSC-એક્ઝામના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે આ સંસ્થામાં જોડાયા છે. શ્રી અવધ ઓઝા નવી દિલ્હીમાં યુપીએસસી માટેના અનએકેડેમી  સેન્ટરમાં વિશેષ રીતે શિક્ષણ આપશે. શ્રી અવધ ઓઝા ક્લાસિસ પણ ઓનલાઈન અનએકેડેમી પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. તેઓ ઇતિહાસની સાથે યુપીએસસી શીખનારાઓને અનએકેડેમી સેન્ટર પર અને ઓનલાઈન અનએકેડેમી પ્લેટફોર્મ પર માર્ગદર્શન આપશે.  લગભગ બે દાયકાના શૈક્ષણિક અનુભવ સાથે શ્રી અવધ ઓઝા તેમની સ્થાપિત પદ્ધતિઓથી લનર્સને શિક્ષણ આપશે.

આ અંગે વાત કરતા અનએકેડેમીના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિવેક સિન્હાએ કહ્યું કે,  અનએકેડેમીમાં અમારી ટોપની પ્રાયોરિટી હંમેશા અમારા લનર્સને સૌથી શ્રેષ્ઠ એજ્યુકેટર પ્રોઇવાડ કરવાની છે. અમે  ટિચર્સ સાથે સહયોગ કરવામાં ગર્વ અનુભવીએ છીએ જેમણે પોત-પોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિઓ હાંસિલ કરી છે.  શિક્ષણને બધા માટે સુલભ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા શેર કરી રહ્યા છીએ. એટલું જ નહીં, યુપીએસસીથી અનએકેડેમીના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી શ્રી અવધ ઓઝાનું સ્વાગત કરતાં અમે ઉત્સાહિત છીએ.

તેના મૂળ શિક્ષણમાં મનને જાગૃત કરવાનું છે જ્યારે સ્પર્ધા તેની ક્ષમતાને ચકાસવા માટે સેવા આપે છે.  હું આશા રાખું છું કે હું બધા શીખનારાઓમાં બંનેમાં વધારો કરી શકીશ. અનએકેડેમીએ ભારતની શીખવાની રીતમાં ક્રાંતિ લાવી છે અને હું બધા માટે શિક્ષણનું લોકશાહીકરણ કરવાના આ મિશનનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. અનએકેડેમી સેન્ટર્સના વાઇસ પ્રેસિડેન્ટ અવધ ઓઝાએ કહ્યું કે,  આ પ્લેટફોર્મ પર એક શિક્ષક તરીકે મારી પાસે લનર્સને  શ્રેષ્ઠ શક્ય જ્ઞાન અને માર્ગદર્શન આપીને તેઓને સિવિલ સર્વન્ટ બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરવાની તક મળશે.

અવધ ઓઝાએ ૫,૦૦,૦૦૦ UPSC ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું છે અને પ્રખ્યાત UPSC પરીક્ષા પાસ કરવા માટે હજારો ઉમેદવારોને તૈયાર કર્યા છે. ઈતિહાસ પ્રત્યેનો તેમનો ઊંડો જુસ્સો તેમને શીખવા માટે ઉત્સુક હોય તેવા તમામ સ્તરે વિદ્યાર્થીઓ સાથે તેમની કુશળતા શેર કરવા પ્રેરિત કરે છે.

અવધ ઓઝા દ્વારા આયોજિત બેચ તારીખ ૧૫મી મેના રોજ અનએકેડેમી સેન્ટર અને ઓનલાઈન પ્લેટફોર્મ (અનકેડેમી એપ અને વેબસાઈટ) પર શરૂ થશે. અનએકેડેમી સેન્ટર પ્લોટ ૩-બી, થર્ડ ફ્લોર બ્લોક ૧૮ A, WEA કરોલ બાગ, ન્યૂ દિલ્હી, દિલ્હી l110005 પર સ્થિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *